Latest News

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસો.ની કારોબારી સમિતિમાં નર્મદા જિલ્લાના બે સંચાલકોની નિમણૂક થતા ખુશી

Proud Tapi 23 Mar, 2024 03:58 PM ગુજરાત

અશરફભાઈ મેમણ અને નરેન્દ્રભાઇ રાઉલજી ની કારોબારી સમિતિ માં નિમણુક થતા જિલ્લાની સમસ્યા ને વાચા મળશે

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશન ની કારોબારી સમિતિમાં નર્મદા જિલ્લાના બે સંચાલકોની નિમણૂક કરવામાં આવી,જેમાં અશરફભાઈ જે  મેમણ ની નિમણૂક સહમંત્રી તરીકે કરવામાં આવી છે જ્યારે નરેન્દ્ર બી રાઉલજી,રાજપીપળા ની નિમણૂક કારોબારી સભ્ય તરીકે કરવામાં આવી છે.


ફેર પ્રાઈઝ એસો રાજ્ય માં ચાલતી પુરવઠા ની દુકાન ના સંચાલકો ના હક અને ન્યાય માટે હંમેશા લડત કરતુ આવ્યું છે અને સરકાર દ્વારા છાસવારે થતા અન્યાય મુદ્દે આ એસો. ના હોદ્દેદારો મંત્રીઓ સાથે બેઠક કરી ન્યાય અપાવવા હંમેશા તત્પર રહી મેદાનમાં ઉતરતા હોય છે તેવા સમયે હાલમાં નર્મદા જિલ્લામાં ના બે પુરવઠા સંચાલકો ની ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશન ની કારોબારી સમિતિમાં નિમણુક થતા હવે નર્મદા જિલ્લા ના સંચાલકો ને પડતી મુશ્કેલી માટે પણ આ બે હોદ્દેદારો ઉપરી કક્ષા એ રજૂઆત કરી નિરાકરણ લાવશે તેવો પુરવઠા સંચાલકો ને વિશ્વાસ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post