પ્રાંત અધિકારીએ આજરોજ યોજાનાર જમીન માપણી નો નિર્ણય મુલતવી રાખી ૨ મે નાં રોજ હાઇવે ઓથોરિટી અને જિલ્લા કલેકટર સહિત ખેડૂત આગેવાનો જોડે ચર્ચા કરવાની વાત કહી.
તાપી જિલ્લામાં માંથી પ્રસાર થઈ રહેલ રાષ્ટ્રિયધોરી માર્ગ નેશનલ હાઇવે નંબર -૫૬ જે વ્યારા તાલુકાના ૨૨ ગામો અને ડોલવણ નાં ૬ ગામો એમ તાપીના કુલ - ૨૮ ગામો માંથી પ્રસાર થાય છે, જેમાં સંપાદિત થતી જમીન માપણી ડી.આઈ.એલ.આર. વિભાગ તાપી અને નેશનલ હાઇવે વિભાગના સ્ટાફ દ્વારા દ્વારા તારીખ - ૨૬ એપ્રિલ અજથી શરુ કરનાર હતા. જેના વિરોધમાં ગતરોજ તેના આદીવાસી સમાજના ખેડૂત આગેવાનો દ્વારા વાંધા અરજી આપવા પ્રાંત કચેરીએ પોહચ્ચ્યા હતાં, પરંતુ પ્રાંત અઘિકારી કચેરીએ નહીં મેળતાં અને વાંધો અરજી સમય મર્યાદામાં આપવાની હોઈ જેને લઈને ખેડૂત આગેવાનો રોષે ભરાયાં હતાં અને જિલ્લા કલેકટર કચેરી બહાર આદીવાસી ખેડૂત આગેવાનો ધરણાં પર બેસી જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો હતો, જેની જાણ પ્રાંત અધિકારી ને થતાં કચેરીએ દોડી આવી ખેડૂત આગેવાનો જોડે ચર્ચા કરી હતી.
તાપી જિલ્લામાં કેટલાક વર્ષો થી જંગલ જમીન જેવી બાબતો પર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે નેશનલ હાઇવે નંબર -૫૬ નાં જમીન સંપાદન મુદ્દે તાપી જિલ્લાના બે તાલુકાના ૨૮ ગામો પૈકી વ્યારા તાલુકાના ૨૨ ગામો ને ડોલવણ તાલુકાના ૬ ગામો નાં ખેડુતો ની જમીન સીધી સંપાદન ને સીધી અસર જોવા મળી રહી છે, જેમાં આવતી કાલ નેશનલ હાઇવે નંબર - ૫૬ ને અડીને આવેલ નિશ્ચિત કરેલ ગામો માં જમીન માપણી નું કાર્ય શરૂ થનાર હતું જેને લઇને આજે ખેડુતો અને આદિવાસી પંચ નાં આગેવાનો પ્રાંત કચેરીએ વાંધો અરજી આપવા પોહચ્ચ્યાં હતાં,પરંતુ પ્રાંત અઘિકારી ઓફીસ પર હાજર ન રહેતાં કામ અર્થે પ્રાંત અઘિકારી ડોલવણ વિઝિટ હોવાનું જાણવા મળતાં ખેડૂત આગેવાનો જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણાં પર બેસી ગયા હતા.જમીન સંપાદન નો વિરોધ નોંધાવ્યો હતો ,બીજી તરફ પ્રાંત અધિકારી આ મામલે વ્યારા ઓફીસ પર પોહચી ખેડૂત આગેવાનો ને જોડે ચર્ચા કરી આવતી કાલ થનાર જમીન સંપાદનની કામગીરી હાલ પુરતું મુલતવી રાખી આવનાર ૨ જી મે નાં રોજ જિલ્લા કલેકટર, હાઇવે ઓથોરટી અધિકારી અને ખેડૂત આગેવાનો જોડે બેઠક યોજવામાં આવશે તેવું પ્રાંત અઘિકારી એ આશ્વાસન આપવામાં આવ્યું હતું.જેના અંતે ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું કે પ્રશાસન આદીવાસી ખેડૂતોના હિત ની ચિંતા કરે તેવી આશા અને અપેક્ષા રાખ્યે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590