હેવાન પિતાએ 11 વર્ષની માસુમ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી,પિતાની ધમકીઓથી ડરીને સતત 4 વર્ષ દીકરીએ સહન કર્યું, અંતે... કંટાળીને માતાને વાત કરતા ભાંડો ફૂટ્યો
હવસખોરો લીધે અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, પોતાની હવસ સંતોષવા માટે માસુમ નો શિકાર બનાવતા હવસખોરોને ઝડપી પોલીસ જેલના સળિયા પાછળ ધકેલી દે છે, પણ જે માસુમ ની ઈજ્જત લૂંટાઈ તેનું દુઃખ તેને કાયમ રહે છે, અને જિંદગી મરી મરીને જીવવા જેવી નર્ક સમાન બની જાય છે. ત્યારે કેટલીક ઘટના એવી હોય છે, જે સાંભળીને જ ભલભલા નું લોહી ઉકળી ઉઠે,આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
જે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા છે,જ્યાં માસુમને ચૂસનાર બીજો કોઈ નહીં, પણ સગો બાપ છે, સતત 4 વર્ષ સુધી નરાધમ પિતાના હવસનો શિકાર બનેલી માત્ર 11 વર્ષની માસુમ દીકરીથી આ અત્યાચાર સહન ન થયું તો પોતાની માતાને વાત કરી, માતાએ તરત જ નરાધમ પતિ અને દીકરીના બાપ સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સમાજમાં બાપ અને દીકરીના પ્રેમને લાંછન લગાડતો કિસ્સો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે, ત્યારે પિતાએ પોતાની સગી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે, 4 વર્ષ સુધી આ અત્યાચાર સહન કર્યા બાદ દીકરી એ હિમ્મત કરીને તેની માતાને તમામ હકીકત જણાવતા હવસખોર પિતા નો ભાંડો ફૂટી ગયો હતો, દીકરી ની વાત સાંભળ્યા પછી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને દીકરીને લઈ તેની માતા પોલીસ મથકે પહોંચી હતી, દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590