Latest News

આહવા ખાતે PC & PNDT Act અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Proud Tapi 26 Feb, 2024 10:45 AM ગુજરાત

PC & PNDT Act-1994 અંતર્ગત ગત તારીખ ૨૨/૨/૨૦૨૪ ના રોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને, ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.

આ બેઠકમા The PC & PNDT Act-1994 હેઠળ જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે માઇક્રોપ્લાન મુજબ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા,ઓછામાં ઓછી એક ફરજીયાત મુલાકાત લેવાઇ,તથા ત્યાં કાર્યરત સોનોગ્રાફી મશીનની ચકાસણી કરી ચકાસણીનું ફોર્મ સંપૂર્ણપણે ભરી,દર માસના અંતે જિલ્લામાં જમાં કરવા અંગે ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિંમાશુ ગામિત દ્વારા ચર્ચા કરવામા આવી હતી.

આ ઉપરાતં જિલ્લાની આરોગ્ય કચેરીમાં PC & PNDT Act-1994 અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ તમામ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી સોનોગ્રાફીના Form-F સંપુર્ણ અને સ્પષ્ટ વિગત ભરી સમયસર ઓનલાઇન એન્ટ્રી કરી દર માસની ૫ તારીખ સુધીમા જિલ્લા કક્ષાએ જમા કરવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકમા ભારપુર્વક જણાવ્યુ હતુ.

વધુમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ડાંગ જિલ્લામા વર્ષ ૨૦૨૩-૨૪ના માહે એપ્રિલ-૨૦૨૩થી ચાલુ માસ સુધીનો Sex Ratio Techo+ મુજબ ચર્ચા કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે,જે તાલુકાના પ્રા.આ.કે./હેલ્થ અને વેલનેશ સેન્ટરમાં ઘટાડો હોય તે વિસ્તારમાં IEC કરી બહોળો પ્રચાર-પ્રસાર થાય તેવું આયોજન કરવા બાબતની ચર્ચા કરવામા આવી હતી.

જિલ્લા પંચાયત ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમા PC & PNDT Act અંતર્ગત યોજાયેલ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમા DQAMO ડો.દિલિપ શર્મા, માઇક્રોબાયોલોજીસ્ટ-આહવા સિવીલ હોસ્પિટલ ડો.હેતલ રાઠોડ, સ્ત્રીરોગ નિષ્ણાત  ડો. ધારા પટેલ, IMA, ચેરમેન ડો.એ.જી.પટેલ, તાલુકા હેલ્થ ફિમેલ સુપરવાઇઝર  સીતાબેન ગાઇન, PC& PNDT Act પ્રોગ્રામ આસીસ્ટંટ  ઉમાકાન્ત જી પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post