Latest News

આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી

Proud Tapi 03 Apr, 2024 04:37 AM ગુજરાત

૨૬-વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર હેઠળના, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લઇ, જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે, ફરજ નિયુક્ત કર્મચારી/અધિકારીઓને પ્રોત્સાહિત કરી સમયબદ્ધ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતુ.

ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરના માધ્યમથી જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો ડિસ્પ્લે કરી, લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ, ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન સૂક્ષ્મ માહિતી મેળવવા વધુમા વધુ લોકોને મીડિયા સેન્ટરની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ સાથે જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરાયેલા MCMC સેન્ટરના માધ્યમથી મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગની ચાલી રહેલી કામગીરી અંગે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરની આ મુલાકાત વેળા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  મેહુલ ખાંટ, પ્રાંત અધિકારી સાગર મોવાલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. MCMC અને મીડિયા કમિટિના નોડલ ઓફિસર-વ-ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક મનોજ ખેંગારે ઉચ્ચાધિકારીઓને તેમની કામગીરીથી અવગત કરાવ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post