ONGC દ્વારા પ્રસ્તુત અને ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થાન (EDII) અમદાવાદ ના સહયોગ થી અથક ભારત પ્રોજેક્ટ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દિવાનટેમરૂન ગામે ત્રણ સ્વ સહાય જૂથોની મહિલાઓને ગૌણ વન પેદાશોની ટ્રેનીંગ આપવામા આવી હતી. તા. ૨૭ ડિસેમ્બર ના રોજ મહિલા અને બાળ વિકાસ કચેરી આહવાના અતિથિ વિશેષ શ્રીમતી મરીયમબેન ગામીતના હસ્તે તાલીમ પુર્ણ કરેલ ત્રણ સ્વ સહાય જૂથની ૫૫ મહિલા ઉદ્યમીને NTFP (ગૌણ વન પેદાશો) પ્રમાણ પત્ર એનાયત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમમા નિલેશ ભિવસન (પ્રોજેક્ટ ઓફિસર), આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા.), કિરણ ચૌર્યા (CRP), તથા સરપંચ પ્રભુભાઈ ચૌધરી, 181 (અભયમ ટીમ) માસ્ટર ટ્રેનર મિરાબેન પઢિયાર હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590