Latest News

સરકારી વિનયન અને વાણિજય કોલેજ,નેત્રંગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.જસવંત રાઠોડને UNIQUE TEACHERS’ FELICITATION AWARD-2023થી સન્માનિત કરાયા

Proud Tapi 26 Sep, 2023 02:58 AM ગુજરાત

INDIAN SOCIETY FOR TRAINING AND DEVELOPMMENT-ANAND શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે કાર્ય કરતી દેશની એક ખ્યાતનામ સંસ્થા છે.આ સંસ્થા દ્વારા શિક્ષણ અને સમાજ સેવા માટે ના અનેક પ્રકલ્પો થાય છે. આ સંસ્થા દ્વારા અત્રેની સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગ, જી.ભરુચના અંગ્રેજી  વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.જસવંત રાઠોડને તેમના શિક્ષણ અને સંશોધનોને ધ્યાને લઈ તેમને UNIQUE TEACHERS’ FELICITATION AWARD-2023થી સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમ તા. 23-09-2023ના રોજ વલ્લભ વિદ્યાનગર , આણંદ  ખાતે યોજાયો હતો જેમાં ISTD દ્વારા રાજ્યના વિવિધ શિક્ષકો તેમજ પ્રાધ્યાપકોને એવાર્ડ આપી તેમનું સમ્માન કરાયું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગ, જી. ભરુચના અંગ્રેજી  વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જસવંત રાઠોડ ના  સાહિત્યિક સંશોધનો માટે જાણીતા છે. તેમણે કોરોના સમય દરમિયાન સૌથી વધારે webinars નું સફળ આયોજન કરી ને સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગ, જી. ભરુચને એક આગવી ઓળખ અપાવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post