વઘઇ ખાતે શિરડીથી ભાવનગર એસ.ટી.બસ માં નશામાં ધૂત મહિલા એ હોબાળો કર્યો હતો.જે બાદ સમગ્ર મામલો વઘઇ પોલીસ મથકે પહોંચ્યો હતો.
સાપુતારા તરફથી આવતી ગુજરાત એસ.ટી.શિરડી ભાવનગર બસમાં એક મહિલા કેફી પીણુ પી નશો કરી બસમાં હોબાળો મચાવી રહી હતી.જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ત્યારે વઘઇ પોલીસ સ્ટાફના માણસો વઘઈ બસ સ્ટોપ પર પહોંચ્યા હતા.તે વખતે ગુજરાત એસ.ટી. ની શિરડી ભાવનગર બસ રજી. નં. GJ - 18- Z- 8975 ની વઘઇ બસ સ્ટોપ ઉપર આવતા પોલીસે આખી બસ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવી પડી હતી.અને કેફી પીણાં નો નશો કરેલ પુજાબેન સંજય ગોયાણી ( ઉ.વ. ૨૨ રહે. સુરત)ની અટક કરવામાં આવી હતી. વઘઇ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590