Latest News

વાંસદા તાલુકાના હનુમાનબારીમાં કાર ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા યુવાનનું મોત,બે ને ઈજા

Proud Tapi 18 May, 2023 03:34 PM ગુજરાત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી  વિસ્તારમાં સુરેશભાઇ હિરાચંદ શાહ ના ફાર્મ હાઉસ ની સામેથી શિવમભાઈ ધીરુભાઈ  પટેલ ( ઉ. વ.૧૮,રહે.નાની વાલઝર પટેલ ફળિયા,નાની વાલઝર,તા.વાંસદા, જી. નવસારી )જે પોતાના કબજાની બજાજ સિટી ૧૦૦ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં.જીજે - ૨૧ - જે - ૦૮૬૯ પર સવાર થઈ પસાર થઈ રહ્યા હોય, ત્યારે મારુતિ સુઝુકી ફોર વ્હીલર કાર નં.જીજે -૨૧ - સીએ - ૯૭૬૧ નો ચાલક પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ ને અડફેટે લીધો હોય,મોટરસાયકલ સવાર ૧૮ વર્ષીય યુવાન રસ્તા પર ફેંકાઇ જતા માથાના ભાગે ઇજા થતાં  ત્યાં જ મૃત્યુ પામ્યો હતો.તેમજ બાઈક પર ટ્રીપલ સીટ જતા હોય પાછળ બેસેલ અતિકભાઈ વિજયભાઇ પટેલને  ડાબા પગના નળા ના ભાગે ફ્રેક્ચર થયું હોય અને  નિકેતનભાઇ કાંતિલાલ પટેલ નાઓને જમણા હાથના કાંડા ના ભાગે,ડાબા પગના ઘુંટણના ભાગે તથા છાતી ના પાછળના ભાગે ફ્રેકચર કરી શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી.જે ત્યાંથી પસાર થતા ૧૮ વર્ષીય યુવકના પિતાના કાકા ભાઈએ ફોન કરતાં યુવકના પિતા સ્થળ પર દોડી આવ્યા હતા.અને યુવકના પિતાએ દ્વારા અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે વાંસદા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post