નવસારી જિલ્લામાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીનું હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું છે.સ્કૂલની સિડીઓ ચડતા એટેક આવ્યો અને હોસ્પિટલ જતા પહેલા જ નાની વયે વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું વિખેરાઇ ગયું હતું. માત્ર 17 વર્ષની ઉંમરમાં એટેક આવવાની ઘટના અનબિલીવેબલ જેવી ઘટના છે.
હાર્ટએટેકથી મોત થવાની ઘટના જાણે સામાન્ય થઈ હોય તેમ લોકોને હાર્ટ એટેક(Heart Attack) આવી રહ્યા છે. પહેલા સિનિયર સિટીઝનમાં આ પ્રકારે હાર્ટેએટેકની સમસ્યા જોવા મળતી હતી ત્યાર બાદ યુવાનો અને હવે તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાર્ટએટેક આવી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ હાર્ટ એટેકના કારણે જોવા મળી રહી છે.
નવસારી જિલ્લાના પરતાપોર ગામમાં એબી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં તનિષા ગાંધી નામની વિદ્યાર્થિની(Student) અભ્યાસ કરતી હતી. સવારે 10 વાગ્યે તનિષા પોતાની ફ્રેન્ડ સાથે સ્કૂલ ની સિડીઓ ચડી રહી હતી એ દરમિયાન જ તેની તબિયત યલખડી હતી ત્યારે તત્કાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ એ પહેલા જ વિદ્યાર્થિની બચી શકી નહોતી. વિદ્યાર્થિનીના મોતથી પરિવારજનો પણ શોકમાં મુકાયા છે. ત્યારે લોકોમાં પણ હવે હાર્ટએટેકની વધી રહેલી ઘટનાઓ થી ડર પેઠો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590