મોવી ડેડીયાપાડા રોડ વાહન ચાલકો માટે તો બદતર છે જ પરંતુ ચોમાસા બાદ તે ધુળિયો બનતા ચોમાસુ પાક નષ્ટ થાય તેવી ભીતી
ડેડીયાપાડા મોવી વચ્ચેનો 17 કીમોનો રસ્તો વાહન ચાલકો માટે દોજખ સમાન તો છે જ પરંતુ હવે ચોમાસા બાદ ધુળિયો બનતા ખેતીના પાક માટે પણ શિરદર્દ સમાન બન્યો છે જેના કારણે ડેડીયાપાડા થી મોવી વચ્ચે ના 17 કિમીના વિસ્તારમાં આવતા ખેતીના પાકો નષ્ટ પામે તેવી ભીતિ સેવાઇ રહી છે.
ડેડીયાપાડા મોવી વચ્ચેનો 17 કિમીનો માર્ગ ખખડધજ હોવાના કારણે ધુળિયો બનતા વાહન વ્યવહાર ને અસર પહોંચી તો છે જ પણ સાથે સાથે આ 17 કિમીના રસ્તે આવતા ખેતીના પાકોને પણ નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે જેના કારણે ખેતીના પાકો નષ્ટ થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ 17 કિમીના આખા રસ્તે પેચવર્ક કરવા છતાં ધુળ નું સામ્રાજ્ય સર્જાયું છે અન ચોમાસા બાદ રસ્તા ઉપરની ધુળની ડમરીના કારણે રાહદારીઓ એ પોતાના જીવન જોખમેં વાહનો ચલાવવા મજબુર બન્યા છે. જેમાં સૌથી વધુ બાઇક ચાલકોની હાલત ખરાબ થાય છે.આ 17 કિમીના રસ્તા ઉપર માત્ર ક્વોરીની ડસ્ત અને મોટા મોટા મેટલો નાખીને રીપેરીંગ કામ કરવામાં આવતા અવરજવર કરતા વાહનોને કારણે ડસ્ટ અને ધૂળ ઉડે છે જેના કારણે લોકો આંખો,ચામડી સહિત શ્વાસની બીમારીના ભોગ પણ બની રહ્યા છે અને લોકો બીમારીમાં તો ધકેલાય જ છે.તો અહીંથી પસાર થતા લોકો આકરા તડકા ના કારણે નહીં પરંતુ ધુળીયા રસ્તાના કારણે પોતાના ચહેરા રૂમાલ,માસ્ક કે પછી ચશ્મા વગેરેથી ઢાંકવા મજબુર બન્યા છે.ખરાબ રસ્તાના કારણે 15 મિનિટનો આ રસ્તો કાપવા એક કલાક જેટલો સમય નીકળી જાય છે. જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.
ઝીરો વિઝીબિલિટીના કારણે અકસ્માતનો ભય ડેડીયાપાડા થી મોવી સુધીનો 17 કિમીનો રસ્તો ખુબજ ખરાબ થઈ ગયો છે. જેના કારણે અહીથી બાઇકો ઉપર પસાર થતા ચાલકો માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. તદુપરાંત રસ્તા ઉપર આગળ ચાલતા મોટા વાહનોને કારણે ડસ્ટ ધૂળ ઊડતી હોવાના લીધે કશું પણ દેખાતું નથી. જેના કારણે ક્યારેક અકસ્માત પણ સર્જાતો હોય છે. આથી ઊડતી ડસ્ટ અને ધૂળ બંધ થાય અને રસ્તા ઉપર ડામરના પેચ મારી કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે માંગ છે. |
સાથે સાથે મોવી થી લઈને ડેડીયાપાડા સુધીનો ખેતીનો પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાય છે કારણ કે રોડનો ડસ્ટ ધૂળ આજુબાજુના ખેતરમાં ઉભા પાકને રગદોળી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ છે .ખેતરોના ઉભા પાક ની ઉપર ધૂળનું સામ્રાજ્ય જામ્યું છે તેથી રસ્તે ચાલનારા રાહદારીઓ સાથે મોવી થી ડેડીયાપાડા સુધીના ખેતર માલિકો માં ઉગ્ર રોષ ની લાગણી ફેલાઈ ઉઠી છે. તાત્કાલિક ધોરણે આ ધુળનું સામ્રાજ્ય બંધ નહીં થાય તો ઉભો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઇ રહી છે અને જો આવું થશે તો તેના માટે જવાબદારી કોણ ? સ્ટેટ પી ડબ્લ્યુ ડી ખાતું કે પછી કોન્ટ્રાક્ટર ? રસ્તા ઉપર ધૂળના સામ્રાજ્ય ના કારણે ખેતીના પાકો નષ્ટ થશે તો વળતર કોણ આપશે ? તે એક પ્રશ્નો ઉભો થયો છે. આમ ગરીબના પેટ પર પાટુ મારવા માટે માર્ગ અને મકાન વિભાગ પણ પાછળ નથી.આદિવાસી વિસ્તારના ગરીબ લોકો વધુ ગરીબ થાય તેવા વાતાવરણ નું નિર્માણ થાય છે અને માત્ર ચોમાસાની જ ખેતી પર જીવન જીવતા લોકોનો પાક નાશ થતાં લોકોમાં રોષ ની લાગણી પણ ફેલાય છે.
સ્થાનિક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ બાબતે રજૂઆત કરે ડેડીયાપાડા મોવી ના બિસ્માર બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર અખબારો થકી સરકારને જગાડવા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ કાને બહેરી અને આંખે આંધળી સરકાર સુધી સ્થાનિકોનો અવાજ પહોંચતો નથી,આથી ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા આ 17 કિમીના રસ્તા ઉપર ઊડતી ધૂળ બંધ થાય તે માટે રજુઆત કરે તેવી આ રસ્તે આવતા ગામોની જનતા કરી રહી છે.ત્યારે વિપક્ષ કૉંગ્રેસના આગેવાન નેતાઓ અને કાર્યકરો આ બાબતે સરકાર ને જગાડવા રસ્તા રોકો આંદોલન કરે તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે. |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590