રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરી ના મંત્ર સાથે લોકો પણ આ ઝુંબેશ માં જોડાઈને ઘર ઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.
જેને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવાન બનાવવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ વ્યારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના "ભીંત સૂત્રો અને ભીંત ચિત્રો" દોરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ભીંત સૂત્રો જેવી પ્રવૃત્તિઓ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં સ્થાનિક બાળકો તથા નગરપાલીકાના લોકોને સામેલ કરી જીવનમાં સ્વચ્છતા ની જરૂરિયાત તથા તેના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. જેમાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય,ચીફ ઓફિસર વંદના ડોબરીયા સહિત વિવિધ પદાધિકારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590