તાજેતરમાં આદિજાતિ વિકાસ મંત્રાલય,ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય સ્તરીય એકલવ્ય કલ્ચરલ મીટનું આયોજન દેહરાદુન (ઉત્તરાખંડ) ખાતે કરવામાં આવ્યું હતું. સંગીત સાહિત્ય અને કલચર ફેસ્ટીવલમાં ૨૭ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની એકલવ્ય શાળાઓએ ભાગ લીધો હતો.
આ ૪ દિવસીય સંગીત અને સાહિત્યક ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાનો હેતુ સાથે વિવિધ સાહિત્યિક કૃતિઓ, લોકવાદ્ય,આદિવાસી સંસ્કૃતિના વાઘ, કલા, વિવિધ સાહિત્યિક ચર્ચા, વકૃત્વ સ્પર્ધા, આદિજાતિ નૃત્ય, દેશભક્તિ ગીતો, કોયડા થી માંડી અંગ્રેજી સ્પેલીગની સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં તાપી જિલ્લાની નિઝર સ્થિત એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ ખોડદા ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ખોડદા એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની કુલ ૪ કૃતિઓએ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ મીટમાં ભાગ લીધો. જેમાંથી સિનિયર શોલો “ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ" અને તબલા વાદન માં ચૌધરી મીત શૈલેષભાઈ અને જુનિયર સંસ્કૃત શ્લોક ગામમાં વસાવા કૃતિકા ગુલાબભાઇએ પ્રથમ ક્રમ મેળવી એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખોડદા નું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા ગયેલ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી સ્વપ્નિલભાઈ શર્મા અને શ્રીમતી નીરૂબેન ગામીત દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અને શાળા સંચાલક મંડળ સહિત જિલ્લા તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590