158 શાળાઓમાં 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા "યુનિટી રન"નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વાલોડ તાલુકાના અંબાચ ગામ ની સરસ્વતી કન્યા વિદ્યાલય માં રન ફોર યુનિટી અને એકતા શપથ નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી થયા હતા.કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડી.બી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન થકી સમગ્ર રાષ્ટ્રને એક કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અંગે વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કૂલ ઉચ્છલ સહિત વિવિધ શાળાઓમાં એકતા દોડ યોજાઇ હતી. નોંધનિય છે કે, સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં "યુનિટી રન"અને એકતા શપથ અંતર્ગત 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590