Latest News

ડાંગ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરાઇ

Proud Tapi 06 Aug, 2024 11:06 AM ગુજરાત

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબીયારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકાની કુલ ૬૭ ગ્રામ પંચાયતોમાં તારીખ ૩ ઓગસ્ટના રોજ મનરેગા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસની ઉજવણી અંતર્ગત ગ્રામજનોને જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની વિવિઘ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તેમજ જિલ્લાની ૬૭ ગ્રામ પંચાયતોમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.વધુમાં સુબીર તાલુકાના શિંગાણા ગ્રામ પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા યોજનાના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને વર્કસ મેનેજરશ્રી તથા મિશન મંગલમના ડિસ્ટ્રીકટ લાવલીહુડ મેનેજર હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post