Latest News

દિવાળીના તહેવારોમાં ધૂમ વેચાય છે નકલી મીઠાઇ! આટલું ચેક કરીને જ ખરીદો, તબિયત નહીં બગડે

Proud Tapi 04 Nov, 2023 03:17 PM ગુજરાત

દિવાળી એ આનંદ અને પ્રકાશનો તહેવાર છે. દેશભરમાં ઘરે ઘરે લોકો આ તહેવારનો આનંદ નજીકના અને પ્રિયજનો સાથે ઘણી બધી મીઠાઈઓનું સેવન કરીને અને શેર કરીને માણે છે. દિવાળી દરમિયાન દરેક ભારતીય ઘરમાં તમને વિવિધ પ્રકારની મીઠાઈઓ જોવા મળે છે. જોકે, બજારમાં મળતી મીઠાઈઓમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળના કારણે ઘણા લોકો ઘરે જ મીઠાઈ બનાવવાનું પસંદ કરે છે, જેમાં સમય લાગે છે અને ઘણી મહેનત કરવી પડે છે. જો તમારી પાસે સમયનો અભાવ હોય અને તમે બહારથી મીઠાઇઓ લેવાનું વિચારી રહ્યા હોય તો અહીં તમને સાત ટીપ્સ આપી છે. જેના દ્વારા તમે ઓરીજનલ અને નકલી મીઠાઇઓને સરળતાથી ઓળખી શકશો.


 આ રીતે જાણો અસલી અને નકલી મીઠાઇઓ વચ્ચેનો ભેદ

- જો તમે બજારમાં મળતા 'ખોયા'નો ઉપયોગ કરીને ઘરે જ મીઠાઈ બનાવવા માંગતા હોય તો અંગૂઠાના નખ પર થોડા 'ખોયા'ને ઘસો. જો તે ઓરીજનલ હશે, તો તમને તેમાંથી ઘીની હળવી સુગંધ આવશે અને તે સુગંધ થોડી વાર માટે રહેશે.

- 'માવા'માં થોડી ખાંડ ઉમેરો અને પછી તેને ગરમ કરો. જો તેમાંથી પાણી નીકળવા લાગે તો તેનો અર્થ એ છે કે 'માવો' નકલી છે.

-ગરમ પાણીમાં આયોડિન મિક્સ કરો અને બજારમાંથી ખરીદેલી કેટલીક મીઠાઈઓ ઉમેરો. જો તે પાણીમાં ઓગળી જાય છે તો તેનો અર્થ છે વેપારીએ તમને નકલી મીઠાઈઓ વેચી છે.

- ઘણી મીઠાઈઓમાં પર અત્યંત પાતળા ચાંદીના વરખ લગાવવામાં આવે છે, જે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી ચાંદીના વરખ હોય છે. આવી મીઠાઈ ખરીદતા પહેલા તેનો એક નાનો ટુકડો તમારા હાથ પર ઘસો. ઘસવાથી જો તે વરખ અલગ થઈ જાય તો તે નકલી હોય છે.

- બૂંદીના લાડુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે લાડુનો રંગ ડાર્ક ઓરેન્જ ન હોવો જોઈએ. ડાર્ક ઓરેન્જ રંગ માટે મીઠાઇમાં આર્ટિફિશ્યલ કલરનો વધુ પડતો ઉપયોગ સૂચવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

- એક સૌથી સરળ અને બેઝિક ટ્રિક એ છે કે મીઠાઇની ખરીદી કરતા પહેલા હંમેશાં મીઠાઈઓની સુગંધ લેવી. જો આ મીઠાઈ વાસી હશે તો તેની દુર્ગંધ દ્વારા ઓળખી શકશો અને તમારા સ્વાસ્થ્યને બચાવી શકશો.

-માવો ખરીદતા પહેલા તેનો ખૂબ જ નાનો ભાગ ચાખી લેવો. જો તમને તમારા મોઢામાં દાણાદાર ટેક્સચર લાગે છે, તો તેનો અર્થ એ છે કે તેમાં ભેળસેળ છે.

આ દિવાળીના તહેવારને આનંદમય અને યાદગારની સાથે સુરક્ષિત બનાવવા માટે બજારમાંથી મીઠાઈ ખરીદતી વખતે ઉપર જણાવેલી સરળ અને સ્માર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post