વાલોડ તાલુકાના બાજીપુરાના શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગણેશોત્સવ નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વિધિવત રીતે સ્થાપના કરીને છેલ્લા દિવસે વિધિવત રીતે જ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વાલોડ તાલુકાના બાજીપુરા ગામના સંજય કોલોની ફળિયા ખાતે છેલ્લા ૨૫ વર્ષથી શ્રી સાંઈ યુવક મંડળ કાર્યરત છે. ત્યારે શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગણેશ મૂર્તિની સ્થાપના ભાદરવા સુદ ચોથ ના રોજ કરવામાં આવી હતી, અને ૧૦ દિવસ સુધી સ્થાનિકોએ ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. તેમજ છેલ્લા દિવસે અલગ અલગ પ્રકારના રમત ગમતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા. રમત ગમતના વિજેતા થનારને શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું હતું.ત્યારબાદ અનંત ચૌદસના રોજ વિધિવત રીતે ભારે હૈયે સ્થાનિકોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590