મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે LPGમાં 200 રૂપિયાનાં ઘટાડાની ઘોષણા કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે 200થી વધારીને 300 રૂપિયાની સબ્સિડી કરી દેવામાં આવી છે.
600 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે,PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ છે. અમે રક્ષાબંધન અને ઓણમનાં પર્વે રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.ત્યારે કિંમત 1100થી ઘટીને 900 રૂપિયા થઈ હતી.તે સમયે ઊજ્જવલા યોજનનાં લાભાર્થીઓને 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબ્સિડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે.
અન્ય શું નિર્ણયો લેવાયા?
કેબિનેટે વન દેવતાનાં નામ પર તેલંગાણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સેંટ્રલ ટ્રાઈબલ યૂનિવર્સિટી 889 કરોડનાં ખર્ચે બનશે. કેબિનેટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડ બનાવવાની પણ મંજૂરી આપી દીધી. પીએમ મોદીએ આ અંગે તેલંગાણામાં જાહેરાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590