તાજેતરમાં સમગ્ર ગુજરાતમાંથી ૭૫ જેટલા પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ કાર્યક્રમ અને સન્માન સમારોહ કિશનચંદ ટેકચંદ પરિવાર અને રિહેન એચ મહેતા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ મિત્ર ગુજરાત હેઠળ બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ જેમાં ઉકાઈ ખાતે છેલ્લા પાંચેક વર્ષથી ચાલતા ગો ગ્રીન ગ્રુપની કામગીરીને બિરદાવી આ સમગ્ર ગ્રુપને પણ પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સમ્માનિત કરાયું હતું.
પ્રકૃતિ મિત્ર એવોર્ડ મળતા ગો ગ્રીન ગ્રૂપના સ્થાપક જીઇબી માં થર્મલ પાવર સ્ટેશનમા યુનિટ ૫ મા ઓપરેશન વિભાગમા કામ કરતા એન્જિનિયર આર.કે પટેલ , મિનેશભાઇ પટેલ, વાય.ડી.પટેલ, એમ.આર.પટેલ,કૃણાલભાઈ ચૌહાણ, વિજયભાઇ દેશમુખ, જે.એમ.લાડ અને કે કે પટેલે સૌ ગ્રુપના મેમ્બરઓએ અભિનંદન પાઠવ્યા હતા.અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ,ગુજરાતનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ગો ગ્રીન ગ્રુપના દરેક શભ્યો તેમની ફરજ સિવાયના વધારાના સમયે ઉકાઇ થી સોનગઢ રોડ પર તેમજ ઉકાઇ થી અંદર જંગલ વિસ્તાર મા વડ,પીપળો,કદમ ,લીમડો,ઉંબરો,બોરસલી જેવા વૃક્ષો નું વાવેતર કરે છે.ઉપરાંત તે માત્ર વૃક્ષોનુ વાવેતર કરી તેમની યોગ્ય માવજત કરી ઉછેરે છે અત્યાર સુધી અંદાજે ૨૦૦થી પણ વધુ વૃક્ષ વાવી અને પદ્ધતિ સર ઉછેરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે આ વિશિષ્ટ પર્યાવરણ પ્રેમી ગ્રુપમાં બાળકોને પણ સામેલ કરવામાં આવે છે અને બાળકોમા પણ પર્યાવરણ પ્રેમ અત્યારથી જ જાગે અને તેઓ પણ ભવિષ્યમાં આ પ્રવૃત્તિને આગળ ધપાવો તે હેતુથી બાળકોને પણ જોડવામા આવે છે. આ ગ્રુપ વતીથી કે એચ ચૌહાણે પ્રકૃતિમિત્ર ગ્રુપના આયોજક રાજાભાઈ અને ડૉ.રાકેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રકૃતિ મિત્ર બની પર્યાવરણની જાળવણી કરવા અમે કટિબદ્ધ છીએ એમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590