સોનગઢના દેવજીપુરામાં ચાર રસ્તા નજીક રહેતા રેખાબેન અશોકભાઈ રાણા અને તેમના પતિ સાથે સુરત ડિંડોલી ખાતે રહેતા તેમના પુત્રને ત્યાં 3 દિવસ માટે ગયા હતા. જે દરમિયાન દેવજીપુરા માં તેમનું ઘર બંધ હાલતમાં હતું.રેખાબેન અને તેમના પતિ તથા પુત્ર ગત 16 મીની સાંજે સાતેક વાગ્યાના અરસામાં સુરત થી સોનગઢ ઘરે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન રેખાબેન ના ઘરની સામે રહેતા મુકેશ ભાઈ ઠાકોરભાઈ રાણા એ તેમના પતિના મોબાઈલ પર કોલ કરી જણાવ્યું હતું કે,તમારા ઘરના મેઇન દરવાજા નો નકુચો તૂટેલ છે તેમજ ઘરનો દરવાજો બંધ છે. જે બાદ તેઓ દેવજીપુરા ખાતે રાત્રે પોણા દસ વાગે પહોંચ્યા હતા,ત્યારે ઘરના પ્રથમ દરવાજાનો નકુચો તૂટેલ હતો.અંદર પ્રવેશ કરી જોતા પ્રથમ રૂમમાં બેડ ઉપર મુકેલ ઘરવખરીનો સામાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને કબાટનો દરવાજો ખુલ્લો હતો , તેમજ બેડરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો ત્યાં પણ ઘરવખરીનો સામાન વેર વિખેર પડેલ હતો. જેથી રેખાબેન એ પ્રથમ રૂમમાં જે કબાટ ખુલ્લો હોય જેના લોકરમાં સોનાનું મંગળ મુત્ર મુકેલ હતુ.જેને તપાસી જોતા મંગળસૂત્ર મળી આવ્યું ન હતું.તેમજ ઘરમાં તેના સિવાય બીજી કોઈ વસ્તુ ચોરી થયેલા નું હાલ જણાય આવેલ નથી તેવું રેખાબેન દ્વારા જણાવ્યું છે. તસ્કરો બંધ ઘર હોય તેનો ફાયદો ઉચકી લઈ ઘરના આગળના મેઈન દરવાજાના નકુચા ને કોઈક પદાર્થ દ્વારા તોડી નાખી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હોય તેવું જોવા મળ્યું હતું. રેખાબેન દ્વારા તપાસ કરતા તેમનું સવા બે તોલા નું સોનાનું મંગળસૂત્ર જેની કિંમત રૂ.૧,૧૦,૦૦૦ /- હોય જે ચોરી કરી તસ્કરો ભાગી ગયા હોય, જે અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી છે.ચોરટાઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590