Latest News

રાજપીપળા હરસિધ્ધિ માતાજી મંદિર ના 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી : રાજપીપળા શહેરમાં માતાજી પ્રથમવાર નગરયાત્રા એ નિકળ્યા

Proud Tapi 27 Mar, 2024 03:15 PM ગુજરાત

હરસિધ્ધિ માતાજી મંદિરના દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવ ના પ્રથમ દિવસે સૌ પ્રથમ વાર નીકળેલી ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

રજવાડી નગરી રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજી મંદિર નો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિર નો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.મંદિરે રંગબેરંગી 200 કિલો જેટલા સુંદર ફૂલોથી અને રોશનીથી શણગારાયું છે.પ્રથમ દિવસે સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી  હતી.જે લોક માં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ઈ.સ.1657માં રાજવી વેરિસલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપ નો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વાઘ પર સવારી કરનાર મા હરસિધ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાનજી સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા ખાસ રથ મા મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ માં શણગારેલા રથ મા બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મુકેલ મા હરસિધ્ધિ ની તસવીર પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોક ટોળા ઉમટ્યા હતા.હરસિધ્ધિ મંદિર,ઉજ્જૈન મંદિર,કોયલા ડુંગર સહિત વીર વૈતાલ ની ઝાંખી વિશેષ આકર્ષણ નું કેન્દ્ર રહી હતી.બાલિકાઓની કળશ યાત્રા,સાથે મોટી સંખ્યા મહિલાઑ માતાજીના ગરબા ની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રથમાં બિરાજમાન રાજવી પરિવારના મહારાજા રઘુવીર સિંહજી સાથે રાજવી પરિવાર પણ નગર યાત્રામાં જોડાયા આમ પ્રાગટ્ય મહોત્સવ ના પ્રથમ દિવસે નગરમાં  ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post