ગ્રુપ બુકિંગ કરી પોતાના ગામથી ગુજરાતના હદ વિસ્તારમાં એક્સ્ટ્રા બસો નો લાભ મેળવી શકાશે
આગામી દિવાળીના તહેવારો ને અનુલક્ષીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વલસાડ વિભાગ દ્વારા ગ્રુપ બુકિંગ હેઠળ ખાસ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર મુસાફર જનતાને પોતાના વતનમાં જવા માટે વિશેષ બસોની સુવિધા મળી રહે તે માટે સરળ, સલામત અને સુરક્ષિત યાત્રા પુરી પાડવાના ઉદ્દેશ સાથે આગામી તા.૭/૧૧/૨૦૨૩ થી તા.૧૨/૧૧/૨૦૨૩ દરમિયાન આ ખાસ વધારાની બસો ટ્રાફિકના ધસારાને ધ્યાને લઇ, સંચાલિત કરાશે. આવી તમામ બસો ખાસ સ્પેશિયલ એક્સ્ટ્રા ના ધોરણે ગ્રુપ બુકિંગના માધ્યમથી અમદાવાદ અને પંચમહાલના વિસ્તારના ગામો, તથા રાજ્યના અન્ય સ્થળો માટે પણ ચલાવવામાં આવશે.
સાથો સાથ આજ રીતે ગ્રુપ બુકિંગ હેઠળ આખા વર્ષ દરમિયાન પણ, મુસાફરોની માંગણી અને જરૂરિયાત મુજબ તેમના દ્વારેથી, ગુજરાત રાજ્યના તમામ હદ વિસ્તાર માટે આ સેવાનો લાભ મેળવી શકાશે. દરમિયાન ગ્રુપ બુકિંગથી આખી બસનું ૫૧ સીટનું બુકિંગ કરાવ્યેથી સ્થાનિક રહેણાંક વિસ્તારથી એટલે કે વલસાડ, નવસારી અને ડાંગના જે સ્થળેથી માંગણી આવે, ત્યાંથી મુસાફર જનતાને વતનના ગામના પાદર સુધી, ગુજરાત રાજ્યની હદમાં આ બસોની સુવિધા આપવામાં આવશે.
આ બસોનું બુકિંગ કરાવવા માટે એસ.ટી.વલસાડ વિભાગના વલસાડ, નવસારી, બીલીમોરા, વાપી, આહવા અને ધરમપુર ડેપો ખાતે, ડેપો મેનેજર નો રૂબરૂ સંપર્ક કરો ગ્રૂપ બુકિંગ કરાવી શકાશે. તેમ નિગમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590