Latest News

રાજપીપળા સિવિલ હોસ્પિટલ નો આઈ.સી.યુ.વોર્ડ મરણપથારીએ : ઇન્ટેન્સિવ કેર યુનિટ કે જનરલ વોર્ડ

Proud Tapi 24 Sep, 2023 03:38 PM ગુજરાત

આઇસીયુ વિભાગ એટલે 24×7 કલાકની સેવા હોય પરંતુ અહીંયા તો ફુલ ટાઇમ ડોકટર નથી,નર્સિંગ સ્ટાફના ભરોસે ગાડું ગબડે છે,ચાર થી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાંચ થી છ જેવા જુનિયર ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે,આઇસીયુ વોર્ડમાં નજર કરતા જોવા મળ્યું કે દાખલ દર્દીના સગા સંબંધીઓ દર્દી સાથે બેડ પર બેઠેલા કે, ત્યાં વોર્ડમાં ફરતાં હોય છે માટે આ આઇસીયુ વોર્ડ છે કે જનરલ વોર્ડ તેવા સવાલ પણ ઉઠ્યા છે.

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ની સિવિલ હોસ્પિટલમાં અનેક તકલીફો સામે આવે છે છતાં તેમાં કોઈ જ વધારો થતો નથી રાજકીય નેતાઓ પણ માત્ર આશ્વાસન જ આપતા જોવા મળે છે.

તેવામાં હોસ્પિટલનો મહત્વનો વિભાગ એટલે આઈ.સી.યુ.વોર્ડ કે જ્યાં ગંભીર દર્દીઓ ને રાખવામાં આવે અને તેમાં 24×7 કલાકની સેવા મળે છે પરંતુ આ હોસ્પિટલ ના આઈ.સી.યુ. વોર્ડ જાણે નર્સિંગ સ્ટાફના ભરોસે જ ચાલતો જણાઈ છે કેમ કે અહીંયા એકવાર ડોકટર રાઉન્ડ મારી જાય છે ત્યારબાદ કોઈ ફરકતું નથી,નર્સિંગ સ્ટાફ પણ અપૂરતો છે જાણવા મળ્યા મુજબ એક મહિનામાં અંદાજે 80 જેવા દર્દીઓ આઇસીયુ વોર્ડમાં દાખલ થાય છે પરંતુ સવારે એકવાર ડોક્ટર રાઉન્ડ મારી ને ગયા બાદ આખો દિવસ નર્સિંગ સ્ટાફ જ ત્યાં જોવા મળે છે, તો આઇસીયુ નો મતલબ શું..?

આઇસીયુ વોર્ડમાં નજર કરતા જોવા મળ્યું કે દાખલ દર્દીના સગા સંબંધીઓ દર્દી સાથે બેડ પર બેઠેલા કે ત્યાં વોર્ડમાં ફરતાં હોય છે માટે આ આઇસીયુ વોર્ડ છે કે જનરલ વોર્ડ તેવા સવાલ પણ ઉઠ્યા છે.


જોકે આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ આ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા હાલમાં ચારથી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાંચથી છ જેવા જુનિયર ડોકટરો છે પરંતુ આટલા ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે એ આશ્ચર્યની અને ગંભીર વાત છે.અને જાણવા મળ્યા મુજબ આખી હોસ્પિટલ જુનિયર ડોક્ટર ના ભરોસે ચાલે છે તજજ્ઞો ઓપીડી સમય બાદ જોવા નથી, મળતા તો આ મુદ્દે હોસ્પિટલ નાં વડા કોઈ પગલા લે અને આઇસીયુ વોર્ડ નો સાચો મતલબ સાર્થક કરે તેવી માંગ છે.

જોકે આ બાબતે અમે હોસ્પિટલનાં આર.એમ.ઓ ડૉ. શર્મા મેડમ સાથે ટેલિફોનિક વાત કરી તો તેમણે કહ્યું કે ફિઝિશિયન ડોક્ટર ફૂલ ટાઈમ નથી અમે માંગણી કરી છે.પરંતુ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા ફૂલ ટાઈમ ફિઝિશિયન નાં મળે તેમ પણ જાણવા મળ્યું છે.ખેર જે સ્થિતિ હશે એ પરંતુ સિવિલ સત્તાધીશો આઇસીયુ વોર્ડ નો સાચો મતલબ સાર્થક કરે તો દર્દીઓનાં હિતમાં કહેવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post