ભરૂચ લોકસભા બેઠકમાં હાલમાં ભાજપનાં સાંસદ 7 મી ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે. અને જીતવાનો દાવો પણ કરી ચૂક્યા છે.જ્યારે તેમની સામે ઇન્ડીયા ગઠબંધનમાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવા ને મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે બંને વચ્ચે પહેલાથી ચાલતો ગજગ્રાહ હવે રાજકારણમાં ચૂંટણી ટાણે ચરમસીમા એ પહોંચ્યો છે.
સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાએ મૂકેલી પોસ્ટમાં આપ ના નેતાઓ ઉઘરાણી કરતા હોવાની છે,સાથે ડેડીયાપાડા અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ અને કોંન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ ઉઘરાણી કરે છે.તેવો સીધો આક્ષેપ કરતા આપનાં નેતા છંછેડાયા છે. જેના જવાબમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું અમે બે મહિનાથી નર્મદામાં ગયા નથી.અમે કોઇ ઉઘરાણી કરી નથી અને રૂપિયા માંગ્યા નથી , ભાજપ વાળા કમલમ બનાવવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રૂપિયા માંગે છે તેના પુરાવા છે.જાતે મનસુખભાઇ તેમના નિવેદનોમાં બોલ્યા છે.મનસુખભાઇની વાત બિલકુલ ખોટી છે.
સાંસદ મનસુખ વસાવાએ જવાબમાં કહ્યું,મારી પાસે પૂરાવા આવ્યા ત્યારેજ મે વાત કરી આપનાં લોકો અધિકારીને ખખડાવી રૂપિયાની માંગણી કરી રહ્યા છે.અમારાં ભાજપ કાર્યાલયની વાત કરી છે ,ત્યારે એ પાર્ટી ફંડ આપે છે,અને થોડી ઘણી જરૂર પડે તો અમે દાન લીધું હોય જેની રસીદ પણ આપી છે.કોઈ પણ અધિકારી કે કોન્ટ્રાકટર ને ધમકાવી રૂપિયાની માંગણી ક્યારે નથી કરી તેમ મનસુખ વસાવા એ કહ્યું હતું.આમ બીજેપી અને આપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે રાજકારણ ગરમાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590