ગત તારીખ ૨૨મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામા ભૂતકાળની ચૂંટણીઓમાં ૧૦ % અને ૫૦ % થી ઓછુ મતદાન નોંધાયું હોય તેવા અંતરીયાળ ગામડાઓમા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
ડાંગ જિલ્લાના સરકારી માધ્યમિક શાળા-સાકરપાતળ અને માધ્યમિક શાળા-નડગચોંડના વિદ્યાર્થીઓ દ્વારા હાટ બજારોમા અને જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ અંગે શેરીનાટક અને રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વિદ્યાર્થીઓએ “મત મારી મૂડી છે, મતદાન મારી ફરજ છે” ના નારાઓ બોલાવ્યા હતા, અને લોકોને ૧૦૦ % મતદાનના હક્કનો ઉપયોગ કરવા અપીલ કરવામા આવી હતી. મતદાન જાગૃતિ કાર્યક્રમમા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590