ભારે વરસાદ વચ્ચે કરજણ ડેમના 4 ગેટ ખોલવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ: કાંઠા વિસ્તારમાં ફફડાટ
વહાબ શેખ, નર્મદા : નર્મદા જિલ્લાના રાજપીપળા માં રવિવારના રોજ સવારમાં મેઘરાજાનું ભારે વીજળીના કડાકા ધડાકા સાથે આગમન થયું હતું, મેઘરાજાએ ધમધમાટી બોલાવી માત્ર ચાર કલાક જેટલા સમયમાં 5 ઇંચ જેટલો ખાબક્યો હતો અને કરજણ ડેમમાં 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી જ્યારે ભારે વરસાદના પગલે સમગ્ર રાજપીપળા જળમગ્ન બની ગયું હતું,ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં,સોસાયટીના મકાનો દુકાનો માં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
24 સપ્ટેમ્બર અને રવિવારે સવારથી જ રાજપીપળા પંથકમાં શરૂ થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક કારણે કરજણ ડેમની સપાટીમાં સતત વધારો થવાથી કરજણ ડેમના 4 ગેટ ખોલી 35 હજાર ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેથી રાજપીપલા, તેમજ ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા, હજરપરા અને ધમણાચા સહિતના કાંઠા વિસ્તારના ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓ તથા સ્થાનિકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા
ભારે વરસાદના પગલે રાજપીપળાના સ્ટેશન રોડ ઉપર પાણી ભયજનક રીતે વહી રહ્યું હતું, અને સંતોષ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા સુર્યા પ્લાઝા કોમ્પલેક્ષ માં વરસાદી પાણી દુકાનો સુધી પહોંચી જતા દુકાનદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા, જ્યારે રાજપીપળાના કાછીયાવાડ તથા વડીયા ગામના સત્યમ નગર, રામેશ્વર, દેવનારાયણ, અને દેવ આશિષ સોસાયટી સહિત કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590