મહારાષ્ટ્રનો ડ્રાઇવર ટ્રક લઈને અમદાવાદથી જલગાવ જઇ રહ્યો હતો ત્યારે રાજપીપળા હાઇવે રોડ ઉપર અજાણ્યા પાંચ ઇસમો બાઇક પર સવાર થઈને ટ્રકને અટકાવી ડ્રાઇવરના કુલ રૂ.૧૫,૫૦૦/- લૂટીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ડ્રાઇવર સાગર સમરાવ પાટીલ (રહે. શાકરે રોડ ગામ. મહેંદલે તા.જી.ધુલિયા મહારાષ્ટ્ર ) પોતાની ભોગવટાની ટ્રક ટ્રક નંબર.MH- 18-AA-6136 માં પ્લાસ્ટિકના દાણા અમદાવાદ થી જલગાવ ખાતે લઈ જવા નીકળ્યા હતા.તેમજ રિલીવર ડ્રાઇવર સુકાનંદ ભોસલે સાથે અમદાવાદ થી ખેડા આણંદ થી એક્સપ્રેસ હાઇવે થઈને વડોદરા ખાતે આવી વડોદરાથી ડભોઇ,રાજપીપળા વિરપોર ચોકડીથી મોવી તરફ જતા તે વખતે એક પલ્સર મોટરસાયકલ ઉપર ત્રણ ઇસમો તથા એક અન્ય મોટર સાયકલ ઉપર બે ઇસમો આવી અને ટ્રકના આગળના ભાગે આવી બન્ને મોટરસાયકલ ઉભી રાખી ટ્રકને ઉભી રખાવી હતી.ત્યારે એક ઇસમે ટ્રક ડ્રાઇવરને કહું હતું કે “તે અમારા બાઈકને કટ કેમ માર્યો" અને તેમાંના એક વ્યક્તિ કાળા કલરનો શર્ટ પહેરેલો, જે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરનો હોય ,તે ટ્રકના આગળના ભાગે આવેલ ડ્રાઈવર સાઈડનો મેઈન કાચ ઉપર તેના હાથમાં નો પથ્થર મારી કાચ તોડી નાખ્યો હતો.અને બીજા ઇસમે લાલ કલરની ટીશર્ટ પહેરેલી હતી જેને ટ્રક પાસે આવી પૈસા માંગ્યા હતા.પરંતુ ડ્રાઈવર ક્લીનર નીચે નહીં ઉતરતાં તે ટ્રકના કેબીનમાં ચઢી સાગર પાટીલની ફેટ પકડી કહેવા લાગ્યો કે પૈસા આપી દે નહિતર તારી આખી ગાડી તોડી ફોડી નાખીશ,તેવુ કહી ડ્રાઇવરના પેન્ટના ખીસ્સામાંથી રૂ.૧૦,૦૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ. રૂ.૫૦૦૦/- નો તેમજ રિલીવર ડ્રાઇવરના હાથમાંનો સાદો કિપેડવાળો માઇક્રોમેક્સ કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- એમ મળી કુલ રૂ.૧૫,૫૦૦/-ની ચોરી કરી પાંચેય ઈસમો મોટરસાઈકલ પર બેસી ત્યાંથી નાસી છૂટયા હતા. આ અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધવામાં આવી છે.તેમજ પાંચેય ઈસમોની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590