ગ્રામપંચાયત ની ચૂંટણી ને અઢી વર્ષ વિતવા છતાં,નર્મદા જિલ્લાના સાગબારા માં વિકાસ કામો થતા નથી જેને લઈને સભ્યોએ આવેદન આપ્યું
નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે, જેનું સાગબારા મુખ્ય ગામ છે,અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતું આ ગામ હોય જ્યાં સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયત છે.જેમાં સાગબારા, પાનખલા, ઘોડાદેવી, ઘનશેરા, કનખાડી, જીતનગર, ચિત્રા કેવડી જેવા 7 ગામોનો સમાવેશ થાય છે.ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ, તેને આજે 3 વર્ષ થવા આવ્યા છતાં સાગબારા ગામમાં સાફ સફાઈ, રોડ રસ્તા તેમજ લાઈટ ની કોઈ વ્યવસ્થા થતી નથી ગ્રામજનો વોર્ડના સભ્યોને આ સમસ્યા બતાવે છે,તો સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે,
અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતાબેન છે પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વિરસિંગભાઈ કરે છે, જે સાગબારા તાલુકાના કનખાડી ગામે રહે છે, ગ્રામજનો નો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી અને તેમના પતિ જ બધો વહીવટ કરે છે. ગ્રામજનો તેમજ સભ્યો નો આક્ષેપ છે કે સરપંચને સાગબારા માંથી વોટ નથી મળ્યા માટે સાગબરા માં કોઈ કામ થાય નહિ તેવું સરપંચ નું કહેવું છે,સાગબારાના વોર્ડ નંબર 4 ની મહિલાઓએ આક્રોશ સાથે સાગબારાના સરપંચને હટાવવાની માંગ કરી હતી,સાથે જ તમામ સભ્યોએ સાગબારા TDO ને આવેદન આપી સરપંચ ને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી. ગ્રામજનોની સમસ્યા સામે સરપંચ પતિ સભ્યોનું ના સાંભળતા ગ્રામજનો તેમની સમસ્યા નિવારણ સ્વખર્ચે કરવા હાલ મજબૂર બન્યા છે, માટે જ ગ્રામજનો તેમજ સભ્યોએ સાગબારા સરપંચ ને હટાવવાની આજે ઉગ્ર માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590