નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવે છે.જેમાં પીડિત મહિલા જણાવે છે કે,તેમના પતિ દ્વારા તેમને મારઝૂડ ,છૂટાછેડા આપી દેવાની ધમકી આપવામાં આવી રહી છે,તેમજ પતિ અન્ય સ્ત્રીને ઘરે લઈ આવે છે.તેવું જણાવી પીડિત મહિલા મદદ માંગે છે.જે બાદ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે.
અભયમ ટીમને પીડિત મહિલાએ જણાવ્યું કે તેમને ચાર વર્ષનું બાળક છે.પતિ ખેતી કામ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે ,જેના કારણે મને પિયર મૂકી આવે છે અને તે અન્ય સ્ત્રી ને ઘરે લઈ આવે છે.આ કારણોસર પંચ ભેગી થઈ હતી ત્યારબાદ પંચે બન્ને ને અલગ થવા માટે સૂચના આપવા છતાં તેઓ સુધરતાં નથી અને મારી સામે જ તે સ્ત્રી સાથે વાત કરે છે,મને છૂટાછેડા આપવા અને એની સાથે લગ્ન કરવા માટે જણાવે છે, મારા પિયર માં મમ્મી પપ્પા નથી મારા દાદી જ છે.હું કઈ રીતે મારા બાળક ને લઇ ને જતી રહું,મારા સાસુ સસરા પણ એ સ્ત્રી ને ઘરે બોલાવે અને મને માનસિક ત્રાસ આપે છે.પીડિત મહિલાએ અભયમ ટીમને પોતાની આપવીતી કહી સંભળાવી હતી.
વધુમાં પીડિત મહિલા જણાવે છે કે,મે જ્યારે 181 મહિલા અભયમ ટીમને કોલ કર્યો ત્યારે મારા સાસુ,સસરા અને પતિ મળીને પેલી અન્ય સ્ત્રી ને મૂકી આવ્યા હતા.તે સ્ત્રી પણ પીડિતા ને ધમકી આપી હેરાન કરે છે તેવું જણાવ્યું હતું.
અભયમ ટીમ દ્વારા સામાપક્ષનું કાયન્સેલિંગ કરવામાં આવ્યું હતું,જેમાં તેમને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.જેમાં પીડિતાના પતિએ જણાવ્યું હતું કે,જે સ્ત્રી સાથે મે વાત કરું છું ,તે સ્ત્રી સાથે જો હું વાત ના કરું તો તે ઘરે આવી જવાની અને આત્મહત્યા કરવાની ધમકી આપે છે.જેથી મજબૂરીમાં મારે વાત કરવી પડે છે.પીડિતાના પતિને અભયમ ટીમ દ્વારા સમજાવ્યા બાદ તેમણે તેમની ભૂલ સ્વીકારી લીધી હતી.તેમજ માફી માંગી લખાણ લખી આપ્યું હતું કે,ફરીવાર આવી રીતે ના થાય,અન્ય સ્ત્રી સાથે તે સંપર્ક નહીં કરે તેવી માફી માંગી ભૂલ સ્વીકારી બાંહેધરી આપી હતી.તેમજ પત્નીને સારી રીતે રાખવા જણાવતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590