Latest News

તાપી જિલ્લામાં કોન્ટ્રાકટરોના બિલ અટવાતા,જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

Proud Tapi 29 Oct, 2023 02:05 PM ગુજરાત

તાપી જિલ્લામાં વિકાસના કરોડો રૂપિયાના કામ અટવાઈ ગયા છે.તેમજ અપૂરતા સ્ટાફને કારણે કોન્ટ્રાકટરો ના બિલ અટવાતા જોવા મળી રહ્યા છે.જેના કારણે દિવાળીમાં મજૂર વર્ગ થી વેપારી વર્ગને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.જેને લઇને તાપી જિલ્લાના કોન્ટ્રાકટરોએ જૂની પદ્ધતિ મુજબ બિલ મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

છેલ્લા ત્રણેક મહિનાથી તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ,તાલુકા પંચાયત,ગ્રામ પંચાયત સુધીના કામોના બીલ ઓનલાઇન ચઢાવવામાં આવ્યા નથી.જેના કારણે બિલ પાસ થયા નથી.ત્યારે કોન્ટ્રાકટરોને નાણાંની ચુકવણી કરવામાં આવેલ ન હોવાથી મજૂર વર્ગને પણ પેમેન્ટ મળી શક્યું નથી.અને ગણતરીના દિવસોમાં દિવાળી સહિતના તહેવારોની રમઝટ જોવા મળશે તેવામાં બિલ મંજૂર ન કરવામાં આવે તો દિવાળીમાં મજૂર વર્ગ થી વેપારી વર્ગને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

હાલમાં તાપી જિલ્લામાં ૧૦૦ કરોડ રૂપિયા જેટલાના વિકાસના કામો અટવાયા છે. કારણ કે હિસાબી શાખાના કર્મચારીઓ ત્રણ દિવસ કામ કરે છે અને બાકીના ત્રણ દિવસ અન્ય વિભાગમાં કામ કરે છે. પ્રેસા એપ જિલ્લા પંચાયત હિસાબી શાખા, તાલુકા પંચાયત ની હિસાબી શાખા,માર્ગ મકાન વિભાગ સંકલનના અભાવને લીધે કોન્ટ્રાકટરો અને નાના મોટા સરપંચોના બિલ અટવાયા છે.જો દરેક તાલુકામાં ઓનલાઈન બિલ ચડાવવા માટે પુરતી તાલીમ આપીને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તો આ સમસ્યાનો સમાધાન થાય તેમ છે. છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટરોના બિલ મંજુર કરવામાં આવેલ નથી જેના કારણે વિકાસના કામો અટકી ગયા છે તેમજ મજુર વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ત્યારે સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લાના કોન્ટ્રાક્ટરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જૂની પદ્ધતિ મુજબ બિલ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ તથા તાલુકા માર્ગ મકાન વિભાગ કે ગ્રામ પંચાયત સુધીના  કામ કોન્ટ્રાક્ટરો કરે છે.પરંતુ પ્રેસા એપ માં જે બિલ ઓનલાઇન ચડાવવામાં આવ્યા હોય છે તે જ બિલ મંજૂર કરવામાં આવી રહ્યા છે.તેવામાં કોઈ ટેકનિકલી સમસ્યા સર્જાય કે સર્વર ડાઉન થાય તો બિલ ઓનલાઇન અપલોડ કરી શકતા નથી.જેના કારણે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ આપવામાં આવ્યું નથી અને બિલ મંજૂર કરવામાં આવ્યા નથી.

બિલ મંજૂર ન કરવામાં આવે તો દિવાળીમાં મજૂર વર્ગના વેપારી વર્ગને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.તેવામાં જૂની પદ્ધતિ મુજબ બિલ મંજૂર કરવામાં આવે તેવી માંગ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post