વાંસદા પોલીસે રવાણીયા ગામમાં એક કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૬,૫૦,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જોકે કાર ચાલક નાસી છૂટયો હતો,જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વાંસદા પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ધરમપુર થી વાંસદા તરફ આવતા હતા તે વેળાએ રવાણીયા ગામમાં રોડ પર એક ગ્રે કલરની હ્યુન્ડાઇ કંપનીની નંબર વગરની આઇ-૨૦ સ્પોર્ટઝ કાર ચાલકે પોલીસના સરકારી વાહનને ઓવરટેક કર્યો હતો.જેથી પોલીસ સ્ટાફના માણસોને આઇ-૨૦ કાર ઉપર શંકા થઇ હતી.જે બાદ પોલીસે ફિલ્મી ઢબે સરકારી વાહન સાથે નંબર પ્લેટ વગરની હયુન્ડાઇ આઇ-૨૦ સ્પોર્ટઝ કારનો પીછો કર્યો હતો.કારનો પીછો કરતા આઇ-૨૦ સ્પોર્ટ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી દીધી હતી.જે બાદ કાર ચાલકે રવાણીયા બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં રોડની સાઇડમાં વિજપોલના થાંભલામાં કાર અથડાવી દીધી હતી અને કાર છોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.ત્યારે કારની તપાસ કરતા પાછળના વચ્ચેના શીટના તથા ડીકી ના ભાગે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૫૦,૪૫૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૬,૫૦,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાંસદા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590