વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાં આવેલ સેવન ડે સ્કૂલ પાસે હાઇવા ટ્રક એ હાઇવે ઓથોરિટી (NHAI) ના બોલેરો પિક અપ અને ત્રણ વર્કરોને ટક્કર મારી દેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં હાઇવે ઓથોરિટી ના બે વર્કરોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.અને બે ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ હાઇવે ઓથોરિટી દ્વારા તાપી જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા થી બારડોલી જતાં નેશનલ હાઇવે નંબર 53 પર સેવન ડે સ્કૂલ ની સામે હાઇવે ઓથોરિટી ના કામદારો કામ કરી રહ્યા હતા, તેમજ તેમનો બોલેરો પિક અપ રોડ પાસે પાર્ક કરવામાં આવ્યો હતો.તે વેળાએ હાઇવા ટ્રક રજી. નં.GJ-21-Y-9524 ના ચાલક એ પોતાનો હાઇવા ટ્રક પુરઝડપે હંકારી લાવી ત્રણ જેટલા હાઇવે ઓથોરિટીના મજદૂરોને અડફેટમાં લીધા હતા અને બોલેરો પીકઅપ ને પણ ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં હાઈવે ઓથોરિટીના કામદાર ભાર્ગવ ઉર્ફે બંટી રાકેશ વસાવા (ઉ.વ.૨૨ રહે.ચિત્તપુર ગામ નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી) તથા રાકેશ દાસુ ગાવીત (ઉ.વ.૩૬ રહે ચિત્તપુર ગામ આમલી ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી) નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.તેમજ પીકઅપ ગાડી ને ટક્કર મારી દેતા , પીકઅપ ગાડી રોડની બીજી સાઈડે જતી રહી હતી અને પિક અપ ગાડીમાં બેઠેલા ડ્રાઈવર પિયુષ રજનીકાંત ગામીત ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેમને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે હાઇવા ટ્રક ચાલક અકસ્માત થતાં નાસી છૂટ્યો હતો.વ્યારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590