Latest News

વઘઇ ના સાકરપાતળ ખાતે ટ્રકમાં લઈ જવાતી નવી નકોર જે.સી.બી.પલટી મારી ગઈ

Proud Tapi 21 Oct, 2023 03:30 PM ગુજરાત

મહારાષ્ટ્રના પુણે થી અમદાવાદ ખાતે ટ્રકમાં  એક નવી નકોર જે.સી.બી.લઈ જવામાં આવી રહી હતી.પરંતુ જે લોખંડની ચેન વડે જે.સી.બી.બાંધવામાં આવી હતી,તે ચેન તૂટી જતાં જે.સી.બી.પલટી મારી ગઇ હતી.

મહારાષ્ટ્રના પુણે થી અમદાવાદ ખાતે  લઇ જવા માટે ટ્રકમાં એક નવી નકોર જે.સી.બી.લોખંડની ચેન વડે બાંધવામાં હતી.ત્યારે ટ્રક ડ્રાઈવર વઘઈ તાલુકા  સાકરપાતળ ખાતે એક જગ્યાએ જમવા માટે રોકાયા હતા.તે વેળાએ ટ્રક પર જે.સી.બી.જે લોખંડની ચેન વડે બાંધવામાં આવી હતી,તે લોખંડની ચેન તૂટી ગઈ હતી અને નવી નકોર જે.સી.બી.પલટી ખાઇ ગઇ હતી.જોકે સદનસીબે  કોઈ જાનહાનિ થઈ નહોતી.પરંતુ નવી નકોર જે.સી.બી.ને ભારે  નુકસાન થવા પામ્યું હતું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post