કુકરમુંડા તાલુકાના મુખ્ય મથકે આવેલ CHC કુકરમુંડા થી પ્રેગનેન્સીનો IFT કેસ તાપી જિલ્લાના કુકરમુંડા લોકેશન 108 ને મળ્યો હતો.જેમાં બાળક ઊંધું હતું તેથી તેને વધુ સારવાર માટે મહારાષ્ટ્રના નંદુરબાર સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે જણાવ્યું હતું.પરંતુ નંદુરબાર જતી વખતે રસ્તામાં અચાનક પ્રસૂતિ નો દુખાવો વધુ ઉપડતા એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડ પર ઊભી રાખી તાત્કાલિક ડિલિવરી કરવાની ફરજ પડી હતી.જે દરમિયાન અમદાવાદ હેડ ઓફિસ પર રહેલા ડોક્ટર ની ટેલીફોનીક માહિતી લઇ અને સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી,જેમાં ડિલિવરી દરમિયાન બાળક ઊંધું આવતા અને બાળકના ગળામાં નાળ વિટળાયેલી જણાતા EmT મોગરા બેન ખૂબ જ સાવચેતી પૂર્વક નોર્મલ પ્રસ્તુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ નંદુરબાર પહોંચાડવામાં આવી હતી.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર માન્યો હતો. ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી કુકરમુંડા 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590