આદિવાસી સમાજના લોકો અને GJ 26 ની પાસીંગ વાળા વાહનો ને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવા અંગે ગત દિવસોમાં રજૂઆત કરવામાં આવી હતી
તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે,આદિવાસી સમાજના લોકો પાસેથી તથા જી.જે.૨૬ ની પાર્સિંગ ધરાવતા ગાડીઓ પાસેથી ટોલ ઉઘરાવવામાં ન આવે પરંતુ મંડળ ટોલનાકા દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતા, આદિવાસી સમાજ દ્વારા માંડળ ટોલનાકા એ વિરોધ નોંધાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
૧૩ મી સપ્ટેમ્બર ને આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસીઓના બંધારણીય અધિકાર છે, બંધારણ અને પાંચમી અનુસૂચિ મુજબ આદિજાતિ વિસ્તારમાં જળ,જંગલ,જમીન પર સંપૂર્ણ અધિકાર આદિવાસીઓનો અને બંધારણ અનુચ્છેદ (૧૩)(૩)(૮) મુજબ અનુસૂચિત વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં સામાન્ય કાયદા લાગુ પડશે બંધારણ અનુચ્છેદ ૨૪૪ (૧) મુજબ અનુસૂચિત વિસ્તારમાં આદિવાસીઓનો પ્રશાસન અને નિયંત્રણ પરંતુ અહીં તો માંડળ ટોલનાકા દ્વારા આદિવાસીઓ પાસેથી પણ ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો જેના કારણે આદિવાસી યોદ્ધા સેના દ્વારા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી યોદ્ધા સેના દ્વારા માંડળ ટોલ નાકા પર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય આદીવાસી અધિકાર દિવસ ના રોજ થી જ્યાં સુધી માંડળ ટોલ કાર્યરત રહેશે ,ત્યાં સુધી કોઈ પણ આદીવાસી ટોલ ટેક્સ ચૂકવશે નહિ. અને જો માંડળ ટોલ નાકા પર કોઈ પણ આદીવાસી પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો માંડળ ટોલનાકા ખાતે જે પણ બનાવ બનશે, નુકશાન થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને માંડળ ટોલ નાકા વહીવટકર્તાની રહેશે.
પરંતુ મંડળ ટોલનાકા દ્વારા આદિવાસી સમાજ પાસેથી ટોલ ઉઘરાવવામાં આવતો હતો.અને જીજે -૦૫ ની પાર્સિંગની ગાડી હોવા છતાં પણ તેને આમ જ જવા દેવામાં આવતી હતી.પરંતુ તાપી જિલ્લાની જી.જે.-૨૬ ની પાર્સિંગ ની ગાડીઓ પાસેથી તો ટોલ ઉઘરાવવામાં આવતો હતો.જેના કારણે આદિવાસી સમાજના લોકો આદિવાસી અધિકાર દિવસના રોજ માંડળ ટોલનાકા ખાતે પહોંચ્યા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો,ચક્કાજામ સર્જાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
ત્યારબાદ મેનેજર અને આદિવાસી સમાજના આગેવાનો વાતચીત થઈ હતી.અને નક્કી કરવામાં આવ્યું હતું કે,શનિવારના રોજ મીટીંગ યોજવામાં આવશે, જેમાં આદિવાસી સમાજના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવશે.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે,શનિવારે મીટીંગ કરવામાં આવશે અને શનિવાર સુધી જીજે ૨૬ ની પાર્સિંગ ની ગાડીઓ પર ટોલ ઉઘરાવવામાં આવશે નહીં.અને જો ટોલ ઉઘરાવવામાં આવશે તો આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે તેમજ માંડળ ટોલનાકા ને કોઈપણ નુકસાન થાય તો સમગ્ર જવાબદારી મંડળ ટોલનાકા તંત્રની જ રહેશે.
ઉલ્લેખનીય છે કે,માંડળ ટોલ નાકા દ્વારા ગુજરાતમાં સૌથી વધારે ટોલ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ આ માંડલ ટોલ નાકુ સૌથી વધુ વિવાદમાં જોવા મળતું હોય છે.સમયાંતરે માંડલ ટોલ ટેક્સ વિવાદમાં આવતો હોય છે ,જેના કારણે મંડળ ટોલનાકાના વહીવટકર્તા ઓ સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590