Latest News

ભારત સરકારના સામાજિત ન્યાય અધિકારીતા મંત્રાયલયના સદસ્ય ભરતભાઇ પટણીના અધ્યક્ષ સ્થાને NT-DNT વર્કશોપ યોજાયો

Proud Tapi 20 Feb, 2024 11:19 AM ગુજરાત

ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાયલયના ડેવલોપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ફોર ડીનોટીફાઇડ,નોમેડીક એન્ડ સેમી નોમેડીક કોમ્યુનનિટીઝના સદસ્ય  ભરતભાઇ બાબુભાઇ પટણીના અધ્યક્ષ સ્થાને, આહવા સર્કીટ હાઉસ ખાતે ડાંગ જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયના લોકો માટે NT-DNT વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે ભરતભાઇ પટણીએ જણાવ્યુ હતુ કે,વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં ડેવલોપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ફોર ડીનોટીફાઇડ, નોમેડીક એન્ડ સેમી નોમેડીક કોમ્યુનીટીઝ ( DWBDNC) બોર્ડની રચના કરવામા આવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકોનો આર્થિક, સામાજિક, રાજકીય સશક્તિકરણ કરવા માટેનો છે.

ડાંગ જિલ્લામા પણ વિચરતી અને વિમુક્ત જાતિના વણઝારા, દેવીપૂજક અને શિકલીગર એમ કુલ ૮ ગામડાઓમા ૧૨૮ લોકો વસવાટ કરી રહ્યા છે. શામગહાન, વાંગણ, સુબિર, કાલીબેલ, સાકરપાતળ, ભદરપાડા, આહવા, અને ચીખલી, શામગહાન ગામમા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે.

આ તમામ લોકોના સર્વાગી વિકાસ માટે સરકારી પ્લોટની ફાળવણી, જાતી પ્રમાણપત્ર,બાળકોને સારૂ શિક્ષણ તેમજ આવાસ યોજના અંતર્ગત સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે સુનિશ્વિત કરવા માટે શ્રી ભરતભાઇ પટણીએ જણાવ્યુ હતુ.આહવા સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ વર્કશોપમા વલસાડ–ડાંગના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) એમ.વાય.થુંથીવાલા, આહવા તાલુકા ઇન્ચાર્જ મામલતદાર  સુરેશભાઇ ચૌધરી, વિકસતિ જાતિ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારીઓ, આગેવાન ત્રિભુવન પરમાર સહિત વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post