Latest News

નર્મદા : એકતા નગરમાં કર્મચારીઓની માંગણીઓ ને લઈ દેખાવો કરતા કર્મીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Proud Tapi 23 Mar, 2024 03:54 PM ગુજરાત

- ગુજરાત શ્રમિક સંઘઠન દ્વારા SOU સત્તામંડળ, મુખ્ય સચિવ MD સરદાર સરોવર નર્મદાને લેખીત રજુઆત કરી 

- વિવિધ એજન્સીઓના અલગ અલગ નિયમો એક એજન્સી કરો બધાને રેગ્યુલર પગાર, લઘુતમ વેતન ધારા નિયમ મુજબ, જોઈનીંગ લેટર, નિયમ પ્રમાણે કામ અને દાદાગીરી કરતી એજન્સી ને બ્લેકલિસ્ટ કરો ની સંગઠને કરી માંગ 

એકતનગર કેવડીયા કોલોની ખાતે વિવિધ ખાનગી એજન્સીઓ માં કામ કરતા 1500 થી વધુ કર્મચારીઓ દ્વારા હોળી પર્વ જ હડતાળ પર ઉતારવાનું એલાન કરતા એજન્સીઓ માં દોડધામ મચી છે. કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ જાહેર માર્ગ પર દેખાવો કરતા પોલીસે અટકાવ્યા અને પોલીસ સાથે હળવું ઘર્ષણ પણ કર્મચારીઓનું થયું હતું.  

ગુજરાત શ્રમિક સંઘઠન નાં નેતૃત્વમાં કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે.સત્તમંડળ ના મુખ્ય સચિવ અને અધિકારીઓ અને ગાંધીનગરના મંત્રી મંડળ ને પણ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે અમારા વિવિધ મુદ્દાઓ તેમજ માંગણીઓ ને લઈને યોગ્ય નિરાકરણ લાવો, નહિ તો આ તમામ કર્મચારીઓ હડતાળ પર  ઉતરી જશે. તો આગામી ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓ ની ભીડ ને લઈને SOU સત્તામંડળ ને મુશ્કેલી સર્જાશે. 

આ રજૂઆત બાબતે ગુજરાત શ્રમિક સંઘઠન ના પ્રમુખ મહેશ તડવી એ જણાવ્યું હતું કે કેવડિયા સત્ત્તા મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે મેનપાવર સપ્લાય અપાતા 15 થી વધુ નાની મોટી એજન્સીઓ છે. જેમાં બધાના નિયમો અલગ અલગ છે પણ શોષણ બધા કરે છે. કોઈ મારા જેવું બોલે તો ખોટો કેસ કરાવે અને છુટા કરી દેવાય છે. એમને વારંવાર આશ્વાશન આપવામાં આવ્યું છે અને અમારી કોઈજ માંગ નું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી માટે જો અમારી માંગ બાબતે સત્તા મંડળે નિરાકરણ ન લાવે તો આવતીકાલ એટલેકે રવિવાર થી અમે તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

વારંવાર આશ્વાસન આપવામાં આવે છે તેમ આજે પણ અધિકારીઓ સાથે નું વાટાઘાટ માં આશ્વાશન જ મળ્યું હોય આવતીકાલ રવિવાર થી તમામ કર્મીઓ હડતાળ પર ઉતરશે : મહેશ તડવી( ગુજરાત શ્રમિક સંઘઠન ના પ્રમુખ)

કર્મચારીઓ ની માંગ 

1. જોઈનિગ લેટર આપવો, 

2 પગાર બાબતની વિસંગતાઓ દૂર કરવી બેઝિક પગાર 21,500/,પી.એફ 3000/- તેમજ અન્ય ટેક્ષ એમ ટોટલ અમારું CTC 25,000/- લેખે આપવા 

3. મેડિકલ ઇનયોરન્સ તેમજ સેફ્ટી અપાવી 

4.  આઈકાર્ડ સહી સિક્કા વાળું આપવું, 

5. ગ્રેજ્યુઈટી અને અરિયસ બાબતે કોઈ સ્પષ્ટતા નથી 

6. મળવા પાત્ર રજા સાથે પગાર,

7.ઓવર ટાઇમ તેમજ જાહેર રજાનું મહેનતાણું ડબલ આપવા  

8. બોનસ આપવા બાબતના લાભ કર્મચારીઓ ને મળે અને કોઈ પણ એક એજન્સી કે સત્તામંડળ કર્મચારીઓને લેવામાં આવે એવી માંગ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post