ગુજરાત પોલીસ પ્રજાના રક્ષણ માટે હંમેશા આગળ હોય છે સાથે સાથે ખેલના મેદાનમાં પણ પોલીસે ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. જેમાં તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ 16 મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં નર્મદા પોલીસમાં ફરજ બજાતા હેડ કોન્સ્ટેબલે ટીમને બ્રોન્ઝ મેડલ અપાવી ટીમ તથા નર્મદા જિલ્લા તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું હતું
હૈદરાબાદમાં 16 મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઇ હતી.જેમાં દેશના તમામ રાજ્યોના અને સંઘ પ્રદેશ ઉપરાંત બીએસએફ અને સીઆરપીએફ ની ટીમોએ હિસ્સો લીધો હતો.જેમાં નર્મદા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વીરભદ્ર સિંહ એ ભાગ લઈ ટીમને બ્રોન્ઝ મેડલ અપાવી નર્મદા જિલ્લા તેમજ ગુજરાત પોલીસ નું ગૌરવ વધાર્યું હતું.નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા વીરભદ્રસિંહ બેડમિન્ટનના અનુભવી ખેલાડી છે.એ અનેક વખત પોતાની ટીમ તથા નર્મદા પોલીસનું નામ રોશન કરી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590