નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસે સૂકા ગાંજાના મુદ્દામાલ સાથે પકડાયેલા બે ઈસમો નો કેસ આજ રોજ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પાંચ વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયા દંડનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસની ફરિયાદ મુજબ એન.ડી.પી.સી. એક્ટની કલમ ૮(સી)૨૦ એ.બી., ૨૯ તથા એમ.વી. એક્ટની કલમ ૩, ૧૮૧ મુજબ પ્રવિણ ઉર્ફે રવિ જગત બીલાલા (બડોલે) તથા ગબ્બર મંસરામ બીલાલાનાઓ તા. ૨૫/૨/૨૦૧૮ ના રોજ આમલેથા શ્રીજી સ્પીનીંગ મીલ સામે રોડ ઉપર પોતાના કબજા ની હીરો કંપનીની યુગા ડ્રીમ મોટર સાયકલ નં.એમ.પી.-૪૬-એમ.એમ. ૮૧૬૧ ની ઉપર એક રેક્ઝીન ના થેલામાં ગે.કા.રીતે પ્રતિબંધિત માદક પદાર્થ (સૂકો ગાંજો) ૪ કિલો ૨૦૦ ગ્રામ વેચાણ કરવાના ઇરાદે મધ્યપ્રદેશથી ગુજરાત રાજ્યમાં લાવી ઉમલ્લા ગામ ખાતે રહેતા શખ્સ ને આપવા જતાં આમલેથા શ્રીજી સ્પીનીંગ મીલ સામે રોડ ઉપર પકડાઈ જતા ગુનો દાખલ થયો હોય આ કેસ રાજપીપળા એડી. સેશન્સ કોર્ટના જજ એન.એસ. સિદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી જતાં જેમાં ફરિયાદી તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ -ની ફરિયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવા તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, લેખિત તથા મૌખિક દલીલ રજુ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી બંને આરોપીઓ ને એન.ડી.પી.સી.એક્ટની કલમ ૮(સી) ૨૦ એ.બી.,૨૯ ગુના માં કસૂરવાર ઠેરવી પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ.50,000/- ના દંડ ની સજાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590