દેશભરમાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થનાર છે ત્યારે 'હર ઘર તિરંગા' અને 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત દેશભરની પ્રજા દેશભક્તિના રંગે રંગાઈ રહી છે. રાજ્યમાં ચારે ખૂણે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના સાર્થક કરતાં આયોજનો અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી સુશોભનની લાઇટિંગથી ઝળહળી ઉઠેલ તાપી જિલ્લા સેવાસદનની સાથે સાથે, કલેક્ટર નિવાસ,વ્યારા સર્કિટ હાઉસ,સહીત તમામ સરકારી કચેરીઓ, બેંકો,વ્યારા નગરપાલિકા, સયાજી સર્કલ, ઉનાઈ નાકા,રિવર ફ્રન્ટ,વ્યારા ટાઉનના બંને ગેટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590