ડેડીયાપાડા અને રાજપીપળા પોલીસે હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈને ઠેરઠેર રેડ કરી હતી.અને દારૂના જથ્થા સહિત અંદાજે ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ ત્રણ જેટલા બુટલેગરોને ઝડપી પાડયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માણસોએ બેબાર પટેલ ફળિયા ખાતે રહેતા શૈલેષ વિરમ વસાવા ના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. ત્યારે મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે શૈલેષ વસાવા ની અટકાયત કરી હતી તેમજ સ્થળ પરથી ૨૬,૪૦૦/- ની કિંમતનો દારૂનો જથ્થો પ્રાપ્ત કર્યો હતો.
તેમજ રાજપીપળા પોલીસે બાતમી ના આધારે ફૂલવાડી ગામ અને નવી સિવિલ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ મોટરસાયકલ રજી. નં.GJ -22-N-7172 આવતા પોલીસે તેની તપાસ કરી હતી. ત્યારે મોટરસાયકલ ચાલક મનોજ અવિચલ તડવી (રહે. આંબા કોતર ફળિયું તા. ગરુડેશ્વર જી.નર્મદા) પાસે ભારતીય બનાવટ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મોટરસાયકલ તથા દારૂનો જથ્થો એમ મળી ૫૭ હજારનો મુદ્દામાને જપ્ત કર્યો હતો.
તેમજ રાજપીપળા પોલીસ સ્ટાફના માણસોએ નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મોટર સાયકલ પર લઈ જવા હતા દારૂનો જથ્થાને ઝડપી પાડ્યો હતો.પોલીસે મોટરસાયકલ રજી. નં.GJ -34-M-7521 ની તપાસ કરી હતી ત્યારે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મોટર સાયકલ પર સવાર ફુલ સિંગ શેખડીયા રાઠવા તથા મગન રવિ સિંગ રાઠવા (બંન્ને રહે ટુડવા તા.જી. છોટે ઉદેપુર)ની અટકાયત કરી હતી. અને મોટરસાયકલ તથા દારૂના જથ્થા સહિત ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ત્રણેય ગુનાઓમાં પોલીસે કુલ કિંમત રૂપિયા ૧,૨૦,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ત્રણેય ગુનાઓ અંગે પોલીસ મથકે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590