તાપી જિલ્લા એલ.સી.બી.અને પેરોલ- ફલોં સ્કોર્ડ તાપીએ સોનગઢના માંડળ ટોલ નાકા પાસે ગેરકાયદેસર ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો લઈ જતા આઇસર ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂ ના જથ્થા સહિત કુલ ૧૨.૫૨ લાખનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ- ફલોં સ્કોર્ડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પો નં.-MH-04-KU-9586 માં એક ઇસમ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ભઠ્ઠીના સ્ક્રેપના ગુણોની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ માંડળ ટોલનાકા ખાતે સોનગઢ થી વ્યારા જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી.તે વેળાએ આઇસર ટેમ્પો નં.-MH-04-KU-9586 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે તેમાંથી અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસ એ આઇસર ટેમ્પા ચાલક શબ્બીર એહમદ મોહમદ સફાત અનસારી (મુળ રહે.ગામ બેલહાર ખુર્દ પોસ્ટ-બેલાર કલા, થાના બખીરા, તા.મેદાવલ જી.સંતકબીરનગર યુ.પી. હાલ રહે.કેદવાઇ નગર, નયાગાવ તાલાબ થાના શાંતીનગર, તા. ભીવડી જી.થાને મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨,૩૫,૨૦૦/- તથા આઇસર જેની કિંમત રૂપિયા ૧૦ લાખ તથા ભઠ્ઠીના સ્ક્રેપ ભરેલ મીણીયા કોથળા નંગ-૬૦ જેની કિ.રૂ.૧૪,૪૦૦/- તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૩ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૨,૫૨,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર અહેમદ અને દારૂનો જથ્થો ભરી આપનાર સફી અન્સારી એમ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590