નવસારીના ગણદેવી તાલુકાના નાંદરખા ઘાંચીવાડ નજીક કન્ટેનરમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે પોલીસે એક ને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૧૯,૯૬,૦૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ સ્ટાફના માણસો ને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર ખાતેથી એક અશોક લેલન્ડ કન્ટેનર રજી નં.MH-06-AQ-8689 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જનાર છે. અને કન્ટેનર ચીખલી અંદરના રસ્તેથી નાંદરખા, ગણદેવી થઇ સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ગણદેવી તાલુકાના નાંદરખા ઘાંચીવાડ નજીક વોચ ગોઠવી હતી.તે વેળાએ કન્ટેનર રજી. MH-06- AQ-8689 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કન્ટેનર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કન્ટેનરના ડ્રાઇવર સુરેશ તુલારામ બિશ્નોઇ (ઉ.વ.૨૧, રહે. સીદરામ ત્રિવેદી રામકીબેલી, તા.સેદવા જી.બાડમેર રાજસ્થાન)ની અટક કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧૩,૪૧,૮૪૦/- તથા કન્ટેનર જેની કિંમત રૂપિયા ૬.૫૦ લાખ તથા મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૯,૯૬,૮૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર પરશુરામ (તેનું પૂરું નામ ઠામ જણાઇ આવેલ નથી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બીલીમોરા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590