વઘઇ પોલીસે બોરીગાવઠા ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત અંદાજે ૪.૦૫ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પોલીસને જોઈને નાસી છુટનાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વઘઇ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,"એક ઇકો સ્પોર્ટ સફેદ કલરની કાર રજી નં.GJ-06-HD-2011 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો નવાપુરા થી નિકળેલ છે.અને ડાંગ જિલ્લા ના બોરીગાવઠા ખાપરી નદીના બ્રિજ ઉપરથી પસાર થનાર છે." જે બાતમીના આધારે વઘઇ પોલીસ સ્ટાફના માણસોએ બોરીગાવઠા ખાપરી નદીના બ્રીજ ઉપર નાકાબંધી કરી હતી.ત્યારે કાર રજી. નં.GJ-06-HD-2011 ના ચાલક એ દૂરથી પોલીસની નાકાબંધી જોઈ લેતા,કાર ચાલક તોફીક ઉર્ફે મામુ વલ્લિભાઈ (રહે.નવસારી તા.જી.નવસારી ) પોલીસ ને જોઈને નાસી છૂટયો હતો.જોકે પોલીસે કારમાં સવાર અશફાક ગુલામકાદર મુલ્લા મોહમદ (રહે.સુરત તા.જી.સુરત) ની અટકાયત કરી હતી. તેમજ કારમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૦૦,૨૦૦/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૪,૦૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પોલીસને જોઈને નાસી છુટનાર તોફિક ઉર્ફે મામુ વલ્લીભાઈ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590