ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની પરેડ ગ્રાઉન્ડ ખાતે 39 વર્ષીય ઈસમનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની પરેડ ગ્રાઉન્ડ ખાતે ગિરીશ હીરા બારીયા (ઉ. વ.39 રહે. કેવડીયા કોલોની,તા. ગરુડેશ્વર જી.નર્મદા મૂળ રહે. વઘેલી તા. તિલકવાડા જી.નર્મદા )ને હાર્ટ અટેક આવ્યો હતો.ત્યારે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરુડેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.જે અંગેની વિગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરુડેશ્વર ના ડો.મિશ્રા દ્વારા પોલીસને આપવામાં આવી હતી.જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590