દેડીયાપાડા પોલીસે કરતલ ગામ ત્રણ રસ્તા પાસે બાઇક પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૬૬,૨૦૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,બે મોટર સાયકલ ઉપર કેરેટ માં ઇગ્લીશ દારૂ ભરીને સાગબારા થી દેડીયાપાડા તાલુકાના કળતર ગામ તરફ ઇગ્લીશ દારૂ ભરીને આવે છે.જે બાતમીના આધારે દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ કરતલ ગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ મોટરસાયકલ રજી.નં.GJ-19-BG-1332 અને મોટરસાયકલ રજી. નં.GJ-19-AJ-4015 આગળ પાછળ આવતા પોલીસે તેને ઊભા રાખ્યા હતા.જોકે બે ઈસમો નાસી છૂટ્યા હતા.પરંતુ પોલીસે બંને મોટરસાયકલ અને ચાલક આનંદ કનુ ચૌધરી (રહે.ટીંટોઈ તા.માંડવી જી.સુરત) ની અટક કરી હતી.તેમજ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨૬,૨૦૦/-તથા મોટર સાયકલ નંગ -૨ જેની કિંમત રૂપિયા ૩૦ હજાર તથા મોબાઈલ નંગ -૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૬૬,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને મોટરસાયકલ છોડી નાસી છુટનાર પ્રદીપ રાજેશ ચૌધરી (રહે.રઘીપુરા તા. માંડવી જી.સુરત) અને ધવલ બાલુ ચૌધરી (રહે.ટીંટોઈ તા.માંડવી જી.સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ડેડીયાપાડા પોલીસે આ અંગે નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590