Latest News

રાજપીપલામાં બે ચેક રિટર્ન થતાં આરોપીને એક વર્ષની સાદી કેદ રૂ.3.93 લાખ ચૂકવવા આદેશ

Proud Tapi 16 Sep, 2023 04:38 PM ગુજરાત

બે માસમાં ચેકની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ

વહાબ શેખ (રાજપીપળા) : નામદાર રાજપીપળા કોર્ટે રૂ.3.93 લાખના બે રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદી પુરે પૂરી ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે અને જો વળતરની રકમ 2 માસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરતાં ખળભળાત મચી જવા પામ્યો છે

રાજપીપળા કલિયભૂત પાસે રહેતા દેવનારાયણ રામચંદજી સાવલિયા હરસિદ્ધિ શોપિંગ સેન્ટરની 18 નંબરની દુકાનમાં મહાલક્ષ્મી કેળા સપ્લાયર નામની ઓફિસ ખોલી ખેડૂતો પાસેથી જથ્થાબંધ કેળા ખરીદી તેનો ધંધો કરે છે એમાં ફરિયાદી ઉમેશ પ્રવીણભાઈ પટેલ સાથે આરોપી દેવનારાયણ રામચંદજી સાવલિયાને સાથે ધંધાકીય સબંધ હોય ફરિયાદી પાસેથી આરોપી કેળાની ખરીદી કરી જેતે સમયે ચાલતા બજારભાવ મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે નક્કી થતાં  આરોપીની સગવડે પૈસા ચૂકવતા હતા, ત્યારે વર્ષ 2018 માં આરોપીને ભાવ નક્કી કરી ફરિયાદી પાસેથી ઉધાર 3.93 ના કેળાની ખરીદી કરી હતી.

જે અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં ન આપતા આરોપી દેવનારાયણ રામચંદજી સાવલિયાએ ફરિયાદી ઉમેશ પ્રવીણભાઈ પટેલને આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના 3.93 લાખના બે ચેકો આપી તમને નાણાં મળી જશે એવો વિશ્વાસ આપ્યો હતો, આ બંને ચેક ફરિયાદીએ બેંકમા જમાં કરાવતા પૂરતા બેલેન્સના અભાવે   ચેક રિટર્ન થયા હતા આથી ફરિયાદીએ પોતાના એડવોકેટ એ.એચ.પંડ્યા મારફતે આરોપીને નોટિસ આપી રાજપીપળા કોર્ટમાં બાઉન્સ ચેકનો કેસ દાખલ કર્યો હતો

આ કેસ રાજપીપળા ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ જે.કે. ખાંટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવનારાયણ રામચંદજી સાવલિયાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી, જ્યારે ચેકની રકમ રૂ. 3.93 લાખ 2 માસમાં ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો, જો રકમ ચૂકવવામાં કસુર ઠરે તો, વધુ 6 માસની સાદી સજાનો હુકમ કર્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post