ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની આઇ.સી.ડી.એસ. શાખા દ્રારા તારીખ ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જિલ્લાની ૪૧ આંગણવાડી તેડાગર બહેનો માટે નિવાસીય ઓરીએન્ટેશન તાલીમનું આયોજન આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી તાલીમ કેન્દ્ર ખાતે કરવામા આવ્યુ હતું.
આંગણવાડી તેડાગર બહેનોને ક્ષમતાવર્ધન તથા યોજનાની અધ્યતન માહિતી મળી રહે અને તેના કાર્યક્ષેત્રમાં યોજનાના અમલીકરણમાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમા મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારુબેન એમ. વળવી દ્વારા ઉપસ્થિત આંગણવાડી તેડાગર બહેનોને તાલીમને અનુરૂપ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. તેમજ રાજ્ય કચેરી દ્રારા તાલીમ પામેલ માસ્ટર ટ્રેનર (૧) બાળ વિકાસ યોજના અધિકારી, સુબિર (૨) મુખ્ય સેવિકા ટીનાબેન (૩) મુખ્ય સેવિકા સેવંતીબેન દ્રારા જિલ્લા કક્ષાએ આ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષા શ્રીમતી સારુબેન એમ. વળવીના હસ્તે તાલીમાર્થીઓને તાલીમ કીટનું વિતરણ તેમજ પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર તાલીમનું સુચારું આયોજન જિલ્લા પ્રોગ્રામ ઓફીસર જ્યોત્સનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590