ઉચ્છલના કટાસવાણ ગામમાં ઘાસ કાપવા બાબતે ઝગડો થતા,પરોણા વડે વૃદ્ધાના માથા પર ઘા કરવામાં આવ્યા હતા.અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ઉચ્છલના તાલુકાના કટાસવાણ ગામના સુરજીબેન બાલ્યા ગામીત (ઉ. વ.૬૦ )પોતાના ખેતરમાં ઘાસ કાપતા હતા.અને અરવિંદ નપર્યા ગામીત (રહે.કટાસવાણ ગામ તા.ઉચ્છલ જી.તાપી)બાજુના ખેતરમાં ખેડ કરતા હતા. ત્યારે અરવીંદ ગામીત વૃદ્ધાની પાસે આવેલ અને કહેવા લાગેલા કે,અહીં ઘાસ કાપતા નહી આ શેડો અમારો છે.જે બાદ વૃદ્ધાએ કહ્યું હતું કે,આ શેઢો આપડો સહીયારો છે.જેથી આ શેઢા મા અમારો પણ હક છે.ત્યારે અરવીંદ ગામીત એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને વૃદ્ધાને અપશબ્દ બોલવા લાગ્યા હતા તથા એક પરોણો લઈ આવેલા અને માથાના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા.જે બાદ વૃદ્ધાના માથાના ભાગે લોહી નીકળવા લાગતા અરવિંદ ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા કહેતો હતો કે, ફરી અહીં ઘાસ કાપવા આવશો તો બધાને જાનથી મારી નાખીશ.જે બાદ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ઉચ્છલ પોલીસે આ અંગેની ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590