ફોરેસ્ટરે સ્થળ તપાસ કર્યા વિના પાણી પુરવઠાનો ખોટો દાખલો બનાવી આપ્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સોરપાડા ગામના ઈસમ સહિત ફોરેસ્ટર સામે કોર્ટમાં ચાલતા જમીનના કેસમાં પોતના હક દાવો સાબિત કરવા બોગસ દસ્તાવેજો ઉભા કરવા બદલ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રૂસ્તમભાઈ ગંભીરભાઈ વસાવા રહે. ઉ.વ. 50, કમોદવાવ, નિશાળ ફળિયુ, તા. ડેડીયાપાડા જી. નર્મદાનાઓ અને આરોપી નમાભાઈ મોગિયાભાઈ વસાવા રહે. કમોદવાવ, નિશાળ ફળિયુ, તા.ડેડીયાપાડા, જી. નર્મદાનાઓ વચ્ચે વડીલો પાર્જીત જમીન બાબતે કેસ ચાલતો હતો, જે બાબતનો ચુકાદો ફરિયાદી પક્ષમાં આવ્યો હતો ત્યારે આરોપીએ ચુકાદાની વિરુદ્ધમાં પરચુરણ કોર્ટમાં અપીલ કરી હતી તેનો પણ ચુકાદો ફરિયાદીના પક્ષમાં આવ્યો હતો, ત્યારે આરોપી નમાભાઈ મોગીયાભાઈ વસાવાએ વિવાદીત જમીનમાં કુવાના બોર માટે લાઈટ કનેક્શન મેળવવા ડેડીયાપાડા જી.ઇ.બી.માં અરજી કરી હતી,જે અરજી મંજૂર થવાની જાણ ફરિયાદી રૂસ્તમભાઈ ગંભીરભાઈ વસાવાને થતા ફરિયાદીએ વાંધા અરજી આપી અટકાવી દીધી હતી.
ત્યારબાદ સાહેદ પુનાબેન મોતીભાઈ છગદાભાઈ વસાવાએ ડેડીયાપાડા કોર્ટમાં રે.મુ.નં.23/2021 થી દાવો દાખલ કર્યો હતો, જે બાબતનો કેસ ડેડીયાપાડા કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે દાવાવાળી જગ્યામાં પોતાનો ભાગ છે તેવું સાબિત કરવા આરોપી નમાભાઈ મોગીયાભાઈ વસાવાએ સોરપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.કે. (જીવનભાઈ કરસનભાઈ) પરમાર રહે. હોળી ચકલા, ડેડીયાપાડા, જી. નર્મદા મૂળ રહે. કલમગામ, તા. હાસોટ, જી ભરૂચ દ્વારા આપવામાં આવેલ પાણી પુરવઠાનો દાખલો કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો, જેથી દાખલો બોગસ હોય તેની ફરિયાદ રૂસ્તમભાઈ ગંભીરભાઈ વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં કરી હતી.
ત્યારે આ ફરિયાદના મામલે ડેડીયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ પંડ્યાએ તપાસ આરંભી હતી, જેમાં ફરિયાદી રૂસ્તમભાઈ ગંભીરભાઈ વસાવાને ચાલુ કોર્ટ કેસમાં નુકસાન થાય એ હેતુસર અને આરોપી નમાભાઈ મોગીયાભાઈ વસાવાને ફાયદો કરાવવા વિવાદિત જમીન ઉપર કોઈપણ બોર ના હોવા છતાં અને સ્થળ વિઝીટ કર્યા વગર, બોરમાં પિયત કરવા પૂરતા પ્રમાણમાં પાણીનું પુરવઠો ઉપલબ્ધ છે તેઓ ખોટો દાખલો લખી આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી આ મામલે રૂસ્તમભાઈ ગંભીરભાઈ વસાવાની ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે બોગસ પુરાવા ઉભા કરવાના ગુનામાં સોરપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.કે. (જીવનભાઈ કરસનભાઈ) પરમાર, અને નમાભાઈ મોગીયાભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590